Virat Kohli વનડે અને ટી20 ટીમનો કેપ્ટન રહેશે કે નહીં? BCCIએ આપી અગત્યની જાણકારી

ટી20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીની વનડે અને ટી20 ટીમની કેપ્ટન્સી છોડવાના અહેવાલો પર BCCIએ સ્પષ્ટતા કરી છે. (ફાઇલ તસવીર- AFP)

BCCIના ટ્રેઝરર અરૂણ ધૂમલે કહ્યું, કોહલીની કેપ્ટન્સી છોડવાની વાત પાયાવિહોણી, આવું કંઈ જ થવાનું નથી

  • Share this:
    નવી દિલ્હી. ટીમ ઈન્ડિયાના (Team India) કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) બાદ લિમિટેડ ઓવર ક્રિકેટમાં ટીમની કેપ્ટન્સી છોડી શકે છે, આવા મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા હતા. જોકે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના (Board of Control for Cricket in India- BCCI) ટ્રેઝરર અરૂણ ધૂમલે (Arun Dhumal) આ વાતને પાયાથી જ ફગાવી દીધી છે. ધૂમલે આઇએનએસને જણાવ્યું કે, આ પાયાવિહોણી વાત છે અને આવું કંઈ નથી થવાનું. આ વિશે માત્ર મીડિયામાં ચર્ચા ચાલી રહી છે. બીસીસીઆઇએ (BCCI) આ મામલાને લઈ કોઈ વાતચીત નથી કરી.

    આ પહેલા, એવો રિપોર્ટ સામે આવ્યો હતો કે વિરાટ કોહલી (Virat Kohli as Captain) કેપ્ટન તરીકે ટેસ્ટમાં તો ઘણો સફળ છે. પરંતુ લિમિટેડ ઓવર ક્રિકેટમાં તેની કેપ્ટન્સીમાં ભારતને મોટી સફળતા હજુ સુધી નથી મળી. તેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા (Team India) અત્યાર સુધીમાં એક પણ આઇસીસી ટ્રોફી (ICC Trophy) નથી જીતી શકી. તેમની આ નિષ્ફળતાના કારણે રોહિત શર્માને (Rohit Sharma) વનડે અને ટી20ના કેપ્ટન બનાવી શકાય છે.

    આ પણ વાંચો, T20 World Cup 2021: પાકિસ્તાન વિરુદ્ધ આ 11 ખેલાડીને ઉતારી શકે છે Virat Kohli

    સૂત્રોએ કહ્યું હતું કે, BCCIના શીર્ષ અધિકારી ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ભારતની હાર બાદથી જ આ મુદ્દે વાતચીત કરી રહ્યા છે. BCCIના શીર્ષ નેતાઓ કથિત રીતે ભારતીય કેપ્ટનના ટીમ સિલેક્શનની નાખુશ હતા. વિરાટ કોહલીએ WTC Final દરમિયાન ફાસ્ટ બોલરોને મદદ કરતી કન્ડીશન હોવા છતાંય બે સ્પિન બોલરોને રમાડ્યા હતા. જોકે, અરૂણ ધૂમલે કહ્યું કે આવી કોઈ બેઠક નથી મળી.

    આ પણ વાંચો, IPL 2021 પહેલા CSK માટે ખરાબ સમાચાર, 6 દિવસ પહેલા ધોનીનો મિત્ર થયો ઈજાગ્રસ્ત

    નોંધનીય છે કે, ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, વિરાટ કોહલી પિતા બન્યા બાદ બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આવું કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 'વિરાટ આ અંગે પોતે જ જાહેરાત કરશે. તે માને છે કે તેણે પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેન બનવા માટે આમ કરવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે, રોહિત શર્માએ તેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત IPLનો ખિતાબ અપાવ્યો છે. બીજી તરફ કોહલીએ અત્યાર સુધીમાં કેપ્ટન તરીકે એક પણ ICC ટ્રોફી જીતી નથી. આ સિવાય તે IPLનું ટાઇટલ પણ જીતી શક્યો નથી.
    Published by:Mrunal Bhojak
    First published: