એમએસ ધોનીની 7 નંબરની જર્સી થશે નિવૃત્ત!

એમએસ ધોનીની 7 નંબરની જર્સી થશે નિવૃત્ત!

ટીમ ઇન્ડિયાના બધા ખેલાડી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નંબર લગાવેલી જર્સી સાથે મેદાનમાં ઉતરશે

 • Share this:
  વર્લ્ડ ચેમ્પિયનશિપનો જલ્દી પ્રારંભ થવાનો છે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 22 ઓગસ્ટે વેસ્ટ ઇન્ડીઝ સામે રમશે. એન્ટીગામાં રમાનાર આ ટેસ્ટ મેચમાં પ્રથમ વખત સફેદ જર્સી પર નંબર જોવા મળશે. ટીમ ઇન્ડિયાના બધા ખેલાડી નંબર લગાવેલી જર્સી સાથે મેદાનમાં ઉતરશે. રિપોર્ટ પ્રમાણે ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન ટીમ ઇન્ડિયા બે નંબરોનો ઉપયોગ કરશે નહીં.

  ધોનીની જર્સી થશે નિવૃત્ત!
  સચિન તેંડુલકરની 10 નંબરની જર્સીને બીસીસીઆઈ અનધિકૃત રુપથી નિવૃત્ત કરી ચૂકી છએ. હવે ભારતીય બોર્ડ ધોનીની 7 નંબરની જર્સીને નિવૃત્તિ કરવા પર વિચાર કરી રહ્યું છે. પીટીઆઈની ખબર પ્રમાણે બધા ભારતીય ખેલાડી પોતાની વન-ડે નંબરની જર્સીનો ઉપયોગ કરશે. ધોનીએ પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત લઈ લીધી છે. જેથી તેના નંબરની જર્સી કોઇ ખેલાડી પહેરશે નહીં.

  આ પણ વાંચો - વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેવા માંગતો હતો ધોની, વિરાટના કહેવાથી બદલ્યો નિર્ણય!  બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને કહ્યું હતું કે વિરાટ 18 અને રોહિત 45 નંબરની જર્સી પહેરશે. મોટાભાગના ખેલાડી પોતાની વન-ડે અને ટી20 જર્સી પહેરશે. એમએસ ધોની ટેસ્ટમાં રમતો નથી તો જર્સી નંબર 7 ઉપલબ્ધ રહેશે પણ ઘણી ઓછી સંભાવના છે કે કોઈ ખેલાડી તેને પહેરે. સાત નંબરની જર્સીનો સંબંધ સીધો ધોની સાથે છે. વન-ડે શ્રેણી પછી વેસ્ટ ઇન્ડીઝમાં નંબર વાળી જર્સી પહોંચશે.

  સામાન્ય રીતે જર્સી નિવૃત્ત થતી નથી પણ ભારતીય ક્રિકેટમાં ધોનીનું કદ એટલું મોટું છે કે બીસીસીઆઈ તેની જર્સી નિવૃત્ત કરી શકે છે. ધોનીએ 2015માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. એવી અટકળો કરવામાં આવી રહી છે કે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ પછી ધોની વન-ડે અને ટી-20માંથી નિવૃત્તિ જાહેર કરશે.
  Published by:Ashish Goyal
  First published: