ઇંગ્લેન્ડ જનારા ખેલાડીઓની ચિંતા ખતમ, BCCIની ટીમ તેમના ઘરે જઈને કરશે કોરોના ટેસ્ટ

ફાઇલ તસવીર.

BCCIના મેનેજર તમામ ખેલાડીઓના ઘરે મેડિકલ ટીમો મોકલીને ખેલાડીઓ અને તેમના ઘરના તમામ સભ્યોના કોરોના ટેસ્ટ કરાવશે.

  • Share this:
નવી દિલ્હી: કોરોના મહામારી (Corona pandemic) દરમિયાન ઘણા ભારતીય ખેલાડીઓએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ (Corona vaccine dose) લઇ લીધો છે. ઉલ્લેખનીય છે કે બધા ખેલાડીઓએ ઇંગ્લેન્ડ જતાં પહેલાં રસીનો પ્રથમ ડોઝ લેવો જરૂરી છે. ભારતીય ટીમ બીજી જૂને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થશે. અહીં તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ઉપરાંત ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ (Test series) પણ રમશે. ફાઇનલ મેચ 18થી 22 જૂન દરમિયાન સાઉધમ્પ્ટનમાં રમાશે. જેને લઈને બંને સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરી દેવાઈ છે.

ક્રિકબઝ અનુસાર, ઇંગ્લેન્ડ પ્રવાસ પર જનારા બધા જ ખેલાડીઓનો કોરોના RT-PCR ટેસ્ટ તેમના ઘરે જ થશે. BCCIના મેનેજર તમામ ખેલાડીઓના ઘરે મેડિકલ ટીમો મોકલીને ખેલાડીઓ અને તેમના ઘરના તમામ સભ્યોના કોરોના ટેસ્ટ કરાવશે. આગામી કેટલાક દિવસોમાં તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે, કોઈપણ ખેલાડીઓને કોઈ મુશ્કેલી ન થાય તે માટે બોર્ડે આવા પગલા ભર્યા છે.

આ પણ વાંચો: લગ્નના પાંચ જ મહિનામાં યુગલનો આપઘાત, બંને વચ્ચે કોઈ ઝઘડો કે મતભેદ ન હોવાનો પરિવારનો દાવો

લોકલ ખેલાડીઓને એક સપ્તાહની છૂટ

હાલ બીસીસીઆઈ યુકે સરકારના આરોગ્ય મંત્રાલયની એડવાઈઝરીની રાહ જોઈ રહ્યું છે. બોર્ડને આ અંગે ICC પાસેથી માહિતી મેળશે. જોકે, બોર્ડ તમામ ખેલાડીઓને બે અઠવાડિયા માટે મુંબઈમાં ક્વૉરન્ટીન રાખશે. આ દરમિયાન સ્થાનિક ખેલાડીઓને તેમાંથી એક અઠવાડિયાની છૂટ મળશે. પરંતુ આ સમય દરમિયાન તેઓ ઘરની બહાર જઇ શકશે નહીં. ખેલાડીઓ 18 અથવા 19 જૂને ભેગા થઈ શકે છે, જેથી તેઓ સમયસર ક્વોરેન્ટાઇન પૂર્ણ કરી શકે.

આ પણ વાંચો: સુરત: પરિણીત પ્રેમિકા અને કુંવારો પ્રેમી એકાંત માણતા હતા અને પતિએ દરવાજે દસ્તક દીધા!

ક્વૉરન્ટીન પહેલા થશે ત્રણ ટેસ્ટ

ઇંગ્લેન્ડ પ્રવાસે જનારા ખેલાડીઓ અને સભ્યોના ક્વૉરન્ટીન થતા પહેલા જ ત્રણ ટેસ્ટ કરવામાં આવશે. જે બાદ તેઓ આઇસોલેશનમાં પણ તેમના સતત ટેસ્ટ કરવામાં આવશે. IPL દરમિયાન બાયો બબલમાં પણ કોરોના કેસ સામે આવ્યા બાદ બીસીસીઆઈએ આઇસોલેશનના નિયમો કડક કર્યા છે. ટૂર પર જનારા 90 ટકા ખેલાડીઓને રસી આપવામાં આવશે. રસીનો બીજો ડોઝ બ્રિટનમાં જ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બોર્ડે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે કોરોના સંક્રમિત થનારા ખેલાડીઓ ઇંગ્લેન્ડ પ્રવાસ પર જઈ શકશે નહીં. જેને લઈને બધા જ ખેલાડીઓ સતર્ક થઇ ગયા છે.
First published: