Home /News /sport /વન-ડે, ટેસ્ટ અને ટી-20 ત્રણેય ફોર્મેટમાં અલગ કેપ્ટન! સિલેક્શન કમિટીને ગુડબાય કહ્યા બાદ BCCI નો માસ્ટર પ્લાન

વન-ડે, ટેસ્ટ અને ટી-20 ત્રણેય ફોર્મેટમાં અલગ કેપ્ટન! સિલેક્શન કમિટીને ગુડબાય કહ્યા બાદ BCCI નો માસ્ટર પ્લાન

ત્રણેય ફોર્મેટમાં અલગ કેપ્ટન

Format specific captain For Team India: ટી-20 વર્લ્ડકપમાં ખરાબ રીતે પરાજય બાદ હવે BCCI સિલેકશન કમિટીને ગુડબાય કહી ચૂક્યુ છે ત્યારે હવે દરેક ફોર્મેટમાં નવો કેપ્ટન લાવવામાં આવે તેવી શક્યતા છે.

  BCCI New Strategy: ભારતીય ક્રિકેટ ટીમ અમુક ખેલાડીઓના પરફોર્મન્સને જોરે ટી 20 વર્લ્ડકપની સેમિફાઈનલ સુધી પહોંચી હતી. પરંતુ ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમના ધબડકા બાદ હવે જવાબદારીઓ નક્કી કરવામાં આવી રહી છે. ચહલને ન રમાડવા અને શામીના રોલ અંગે અનેક ફરિયાદો સાંભળ્યા બાદ અંતે BCCIએ ગઈકાલે મોડી રાત્રે ચેતન શર્માની આગેવાની હેઠળની સમિતિનું વિસર્જન કરી દીધું હતુ. તમામને બરતરફ કરવામાં આવ્યા છે.

  સમિતિ હટાવ્યા બાદ પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની એક્શન પ્રક્રિયા ચાલુ જ રહેશે તેવી અટકળો છે. રોહિતના ધબડકા બાદ હાર્દિકને T20 ટીમનો કેપ્ટન બનાવવા માંગ ઉઠી રહી છે. ત્યારે બોર્ડ હવે ફોર્મેટ પ્રમાણે સુકાની અંગે વિચારી રહ્યું છે.

  ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર BCCI ભારતીય ટીમમાં અલગ અલગ સુકાનીપદ (Split Captaincy)ની શક્યતા શોધી રહી છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટન અને ખાસ કરીને વનડે અને T20 માટે તો અલગ-અલગ સુકાની બનાવીને ખેલાડી પરનું વર્કલોડ ધટાડવા વિચારણા બોર્ડ કરી રહ્યું છે.

  અહીં ઉલ્લેખનિય છે કે, સિનિયર નેશનલ સિલેક્ટર્સને સામાન્ય રીતે એક્સ્ટેંશનને આધારે ચાર વર્ષની મુદત મળે છે પરંતુ ICC ટૂર્નામેન્ટની 2021 અને 2022 એડિશનમાં બેક ટુ બેક નિષ્ફળતા બાદ બોર્ડને કડક નિર્ણયો લેવાની ફરજ પડી રહી છે.

  T20 WC હતો આખરી ચાન્સ :

  ભારતમાંથી ટોચની ક્રિકેટ પ્રતિભાને શોધીને મુખ્ય ટીમ માટે પસંદ કરવાની જવાબદારી ચેતન શર્મા અને તેમની ટીમની હતી. 2021 અને 2022માં ICCની મુખ્ય ઈવેન્ટમાં હાર બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ ભારત જીતશે તો જ ચેતન શર્મા પદ પર રહેશે તેવી અટકળો અગાઉથી જ સેવાઈ રહી હતી. અંતે સેમિફાઈનલમાં 10 વિકેટે હાર અને શામી-ચહલ અંગેના નિર્ણયોને કારણે રોહિતની કેપ્ટન્સી, દ્રવિડની કોચિંગ અને ગાઈડન્સની સાથે ચેતનના સિલેક્શન પર પણ અનેક સવાલો ઉભા થયા છે.

  આ પણ વાંચો: ટી-20 વર્લ્ડકપમાં હારનો પડઘો: BCCIએ ચેતન શર્મા સહિત આખી સિલેક્શન કમિટીને હટાવી નાંખી

  તદુપરાંત ટી20 વર્લ્ડ કપ 2021માં સિલેક્શ અને શિખર ધવનની ભૂમિકા અંગે સ્પષ્ટતાના અભાવ માટે પણ સમિતિની ટીકા કરવામાં આવી હતી. ODI ફોર્મેટમાં નિયમિતપણે ભારતની બીજી ટીમ અથવા મુખ્ય કેપ્ટનની ગેરહાજરીમાં સુકાન સંભાળતા ધવનને જ સ્થાન ન મળતા બીસીસીઆઈ આકરા પાણીએ આવ્યું હતુ.  બીજી તરફ 2022માં આગામી બેક ટૂ બેક સીરિઝ માટે પણ સિલેક્શનનો કોઈ પ્રોબ્લમ ન રહે તે માટે ભારતની બે હોમ સીરિઝ અને ન્યૂઝીલેન્ડ તથા બાંગ્લાદેશ સીરીઝ માટે પહેલાંથી જ ચાર ટીમો પસંદ કરવાનું ચેતન અને ટીમને કહેવામાં આવ્યું હતુ. બીસીસીઆઈનો આ નિર્ણય ચોંકાવનારો હતો પરંતુ જો ભારતને T20 વર્લ્ડકપમાં નિષ્ફળતા મળે તો નવા સિલેક્ટર્સ માટે બોર્ડ પાસે પુરતો સમય રહે તે વિચારીને જ જવાબદારી વર્લ્ડકપ સમયે આપવામાં આવી હતી.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Indian cricket news, Team india, ક્રિકેટ, ક્રિકેટ ટીમ, બીસીસીઆઇ, ભારતીય ક્રિકેટ ટીમ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन