રમત-જગત

  • associate partner

IPL મેચોમાં મૂકાઈ શકે છે કાપ, આ ટીમના માલિકે કહ્યું - નુકસાનની ચિંતા નથી

News18 Gujarati
Updated: March 14, 2020, 9:02 PM IST
IPL મેચોમાં મૂકાઈ શકે છે કાપ, આ ટીમના માલિકે કહ્યું - નુકસાનની ચિંતા નથી
બીસીસીઆઈના સચિવ જય શાહે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને બતાવ્યું હતું કે બધી ટીમો અને બોર્ડને પ્રશંસકો અને ખેલાડીઓની ચિંતા છે

બીસીસીઆઈના સચિવ જય શાહે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને બતાવ્યું હતું કે બધી ટીમો અને બોર્ડને પ્રશંસકો અને ખેલાડીઓની ચિંતા છે

  • Share this:
મુંબઈ : બીસીસીઆઈ અને આઈપીએલ (IPL 2020) ટીમ માલિકો વચ્ચે થયેલી બેઠકમાં ટૂર્નામેન્ટની 13મી સિઝનને નાની કરવા પર ચર્ચા થઈ છે. બીસીસીઆઈ સૂત્રોના મતે આ બેઠક દરમિયાન 6-7 વિકલ્પો ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના મતે આઈપીએલ ગર્વિનિંગ કાઉન્સિલની બેઠકમાં ટૂર્નામેન્ટને વિદેશમાં આયોજીત કરવા પર ચર્ચા થઈ નથી.

મુંબઈમાં થયેલી બેઠકમાં 2 થી 3 રાજ્યોમાં આઈપીએલ મેચ આયોજીત કરવા પર ચર્ચા થઈ હતી. જેથી ખેલાડીઓને વધારે પ્રવાસ ના કરવો પડે. આઈપીએલ મેચમાં કાપ મુકવા પર ચર્ચા થઈ હતી. જરુર પડી તો વિદેશી ખેલાડીઓને હટાવી શકાય છે. ખાલી સ્ટેડિયમમાં આઈપીએલ મેચ રમાડવામાં આવે.

બેઠક પછી બીસીસીઆઈના સચિવ જય શાહે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને બતાવ્યું હતું કે બધી ટીમો અને બોર્ડને પ્રશંસકો અને ખેલાડીઓની ચિંતા છે. બેઠકમાં કોરોના વાયરસ (COVID-19)અને ટૂર્નામેન્ટમાં પડનારી અસર પર ચર્ચા થઈ હતી. બધી આઈપીએલ ફ્રેન્ચાઇઝી બીસીસીઆઈના પગલાંથી સહમત છે. બધાએ ખેલાડીઓ, લોકો અને પોતાના કર્મચારીઓના સ્વાસ્થ્યને સર્વોપરી રાખ્યું છે. બીસીસીઆઈ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો સાથે સંપર્કમાં રહેશે અને આ પછી આઈપીએલ પર નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો - કોરોના વાયરસના કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે શ્રેણી રદ

બેઠક પછી કિંગ્સ ઇલેવન પંજાબના માલિક નેસ વાડીયાએ કહ્યું હતું કે તેમના માટે સૌથી પહેલા લોકોની સુરક્ષા છે અને તે પછી કોઈ ટૂર્નામેન્ટ. બીસીસીઆઈ, આઈપીએલ અને પ્રસારણકર્તા આ વાત પર એકમત છે અમે પૈસાના નુકસાનને નહીં જોઈએ.

બીજી તરફ શાહરુખ ખાને આશા વ્યક્ત કરી છે કે જલ્દી કોરોનાની મહામારી ઓછી થશે અને આઇપીએલ 13ની સિઝન થશે. શાહરુખ ખાને (Shah rukh Khan)ટ્વિટ કર્યું હતું કે બધી ફ્રેન્ચાઇઝીના માલિકોને મેદાનની બહાર મળીને સારું લાગ્યું. બીસીસીઆઈ અને આઈપીએલની બેઠકમાં એ જ વાત કહી હતી કે જેમ આપણે અનુભવીએ છીએ. દર્શકો, ખેલાડી, મેનેજમેન્ટ અને આપણે જ્યાં રમીએ છીએ તે શહેરોની સુરક્ષા સૌથી મહત્વની છે. સ્વાસ્થ્ય એજન્સીઓ અને સરકારના બધા દિશા નિર્દેશોનું પાલન કરવામાં આવશે. આશા કરીએ છીએ કે વાયરસનું જોર ઓછું થશે જેથી આઈપીએલ આયોજીત થઈ શકે.
First published: March 14, 2020, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading