WTC Final: ભારતીય ખેલાડીઓ ફરી બાયો બબલમાં જશે, મહિલા ટીમ પણ ઇંગ્લેન્ડ રવાના થશે!

  • Share this:
    નવી દિલ્લી: કોરોના (Coronavirus)ને કારણે આઇપીએલ (IPL 2021)ની 14મી સિઝનને સ્થગિત કરી દેવામાં આવી છે અને તમામ ખેલાડીઓ બાયો બબલમાંથી દૂર થઇને પોત-પોતાના ઘરે પહોંચી ગયા છે. આઇપીએલના બયો બબલમાં કોરોનાની એન્ટ્રી થઇ ગઇ હતી. જેના કારણે આઇપીએલ સ્થગિત કરવાની ફરજ પડી હતી. અને હવે ફરીએકવાર અહેવાલ મળી રહ્યા છે કે, ભારતીય ખેલાડી ફરી એકવાર બાયો બબલમાં જઇ શકે છે. બીસીસીઆઇ (BCCI) આ અંગેની તૈયારી કરી રહી છે. આઇપીએલ સ્થગિત થયા બાદ આગામી બાયો બબલમાં પર કામ કરવાનું શરૂ કરી દેવમાં આવ્યું છે.

    વિરાટ કોહલી(Virat Kohli)ના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયા 18 જૂનથી ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમશે અને ઇંગ્લેન્ડ જતા પહેલા ટીમના ખેલાડીઓને બાયો બબલ પર લાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. બીસીસીઆઈના સૂત્ર મુજબ, ભારતીય મહિલા ટીમ પણ બાયો બબલમાં રહેશે અને પુરુષ ટીમ સાથે ઈંગ્લેન્ડની યાત્રા કરશે. ભારતીય મહિલા ટીમે ત્યાં એક ટેસ્ટ, ત્રણ વનડે અને 3 ટી 20 શ્રેણી રમવાની છે.

    કોરોનાની ગભરાઇને 3 દિવસ પહેલા જ કેન વિલિયમસને દિલ્લી છોડ્યુ, બોર્ડને ખબર પણ નથી!


    ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, બીસીસીઆઈ હાલમાં ઇંગ્લેન્ડમાં 14 દિવસની ક્વોરેન્ટાઇનની વાટાઘાટો કરી રહી છે, કારણ કે, યુકે સરકારે ભારતને રેડ લીસ્ટમાં મૂકી દીધું છે. ભારતના બાયો બબલ સાથે, બીસીસીઆઈ ઇંગ્લેન્ડમાં રહેલા ક્વોરેન્ટાઇન સમયને ઘટાડીને 7 દિવસ કરવા માંગે છે.

    સુત્રોના જણાવ્યા અનુસાર આવી યોજના બનાવવામાં આવી રહી છે કે દેશમાં જ ખેલાડીઓને ક્વોરેન્ટેઇન કરવામાં આવે. કારણ કે ચાર્ટર ફ્લાઇટ દ્વારા મુસાફરી કરવાનું શક્ય છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તે યોગ્ય રહેશે કે ખેલાડીઓ ભારતમાં જ બાયો બબલમાં રહે અને તે પછી બીસીસીઆઈ અને બાયો બબલની હિલચાલ પર વાત કરી શકે છે.
    Published by:kuldipsinh barot
    First published: