રાહુલ દ્રવિડની સલાહ પછી BCCIનો મોટો નિર્ણય, આવા ખેલાડીઓ પર લાગશે બે વર્ષનો પ્રતિબંધ

રાહુલ દ્રવિડની સલાહ પછી BCCIનો મોટો નિર્ણય, આવા ખેલાડીઓ પર લાગશે બે વર્ષનો પ્રતિબંધ
રાહુલ દ્રવિડની સલાહ પછી BCCIનો મોટો નિર્ણય, આવા ખેલાડીઓ પર લાગશે બે વર્ષનો પ્રતિબંધ

આ નિયમ 2020-21 સત્રથી બોર્ડના આયુ વર્ગ ટૂર્નામન્ટમાં ભાગ લેનાર બધા ક્રિકેટરો પર લાગુ પડશે

 • Share this:
  નવી દિલ્હી : છેલ્લા એક વર્ષમાં ભારતીય ક્રિકેટમાં ઘણા એવા ખેલાડી પકડાયા છે જેમણે પોતાની ખોટી ઉંમર બતાવીને બોર્ડ અને એસોસિયેશનને ગેરમાર્ગે દોર્યા છે. હવે બીસીસીઆઇએ આ મુદ્દે મહત્વનો નિર્ણય કર્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI)સોમવારે કહ્યું કે જે ખેલાડી પોતાની સ્વૈચ્છાથી ખોટી ઉંમરની જાહેરાત કરશે તો તેને સજા આપવામાં નહીં આવે પણ જો કોઈ આમ કરતા પકડાઈ જશે તો તેના પર બે વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવશે. આ નિયમ 2020-21 સત્રથી બોર્ડના આયુ વર્ગ ટૂર્નામન્ટમાં ભાગ લેનાર બધા ક્રિકેટરો પર લાગુ પડશે.

  બીસીસીઆઈએ જાહેર કરેલી પ્રેસ રિલીઝના મતે આ યોજના પ્રમાણે જો ખેલાડી પોતાની રીતે જાહેરાત કરશે કે તેણે ભૂતકાળમાં ખોટા દસ્તાવજે આપીને જન્મ તારીખમાં ફેરફાર કર્યો છે. તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે. તે પોતાની સાચી જન્મ તારીખનો ખુલાસો કરશે તો તેમને ઉચિત આયુ વર્ગમાં ભાગ લેવાની સ્વીકૃતિ આપવામાં આવશે. બીસીસીઆઈના આયુ સત્યાપન વિભાગને સંબંધિત દસ્તાવેજ સાથે હસ્તાક્ષર કરેલ પત્ર/ઇ-મેલ મોકલવો પડશે. આ સાથે બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ખેલાડી તેનો હાલ સ્વીકાર કરશે નહીં અને પછી આયુમાં ગોળાટો સામે આવશે તો તેને સજા આપવામાં આવશે.  આ પણ વાંચો - હાર્દિક પંડ્યાએ શેર કરી પુત્રની પ્રથમ તસવીર, કહ્યું - ભગવાનના આશીર્વાદ છે

  બોર્ડે કહ્યું કે જો રજિસ્ટર ખેલાડી તથ્યોનો ખુલાસો નહીં કરે અને બીસીસીઆઈને ખબર પડશે તે તેણે નકલી કે ખોટા જન્મતિથિ દસ્તાવેજ જમા કરાવ્યા છે તો પછી તેને બે વર્ષ માટે પ્રતિબંધ કરવામાં આવશે. બે વર્ષનો પ્રતિબંધ પુરો થયા પછી તેને બીસીસીઆઈના આયુ વર્ગના ટૂર્નામેન્ટ અને સાથે રાજ્ય એકમની આયુ વર્ગ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની સ્વીકૃતિ આપવામાં આવશે નહીં.

  બીસીસીઆઈએ સાથે કહ્યું કે મૂળ નિવાસ સાથે જોડાયેલી ધોખાધડી કરનાર ક્રિકેટરો પર બે વર્ષનો પ્રતિબંધ કરવામાં આવશે. જેમાં સીનિયર પુરુષ અને મહિલા ખેલાડી પણ સામેલ છે.
  Published by:Ashish Goyal
  First published:August 03, 2020, 17:18 pm

  ટૉપ ન્યૂઝ