રવિ શાસ્ત્રીએ કોચ બની રહેવા કરવું પડશે આ કામ, BCCIનો મોટો નિર્ણય

News18 Gujarati
Updated: July 16, 2019, 8:22 AM IST
રવિ શાસ્ત્રીએ કોચ બની રહેવા કરવું પડશે આ કામ, BCCIનો મોટો નિર્ણય
રવિ શાસ્ત્રી

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલ હારીને બહાર થઈ ગઈ હતી, હવે બીસીસીઆઈએ કોચ પદ માટે મહત્વનો નિર્ણય કર્યો છે.

  • Share this:
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ જીતવામાં અસફળ રહેલી ટીમ ઇન્ડિયા માટે નવા કોચની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે બીસીસીઆઈએ આવેદનપત્ર મંગાવવાનો નિર્ણય કર્યો છે. હવે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ કોચ બનવા માટે અરજી કરવી પડશે. ઉલ્લેખનીય છે કે રવિ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ સુધીનો છે. રવિ શાસ્ત્રી ઉપરાંત સહાયક કોચમાં બોલિંગ કોચ ભરત અરુણ, બેટિંગ કોચ સંજય બાંગર અને ફિલ્ડિંગ કોચ શ્રીધર સામેલ છે. ત્રીજી ઓગસ્ટથી ત્રીજી સપ્ટેમ્બર સુધી યોજનારા વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે આ તમામનો કાર્યકાળ વર્લ્ડ કપ પછી 45 દિવસ સુધી વધારી દેવામાં આવ્યો છે.

આ પદો માટે અરજી મંગાવવામાં આવશે

રવિ શાસ્ત્રી કોચ પદે રહ્યા છે તે દરમિયાન ભારતીય ટીમે મોટી ટૂર્નામેન્ટ નથી જીતી, પરંતુ ટીમ ઇન્ડિયાએ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સીરીઝ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે, 'અમારી વેબાસઇટ પર આગામી એક અથવા બે દિવસમાં આ પદો માટે અરજી મંગાવવામાં આવશે. સહાયક સ્ટાફ ઉપરાંત મેનેજર પદ માટે પણ આવેદન મંગાવવામાં આવશે.'

નોંઘનીય છે કે તામિલનાડુના પૂર્વ કેપ્ટન સુનીલ સુબ્રમણ્યમને વર્ષ 2017ના એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર ટીમ મેનેજર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેમનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો હતો.ટીમ ઇન્ડિયાને નવા ટ્રેન અને ફિઝિયો મળશેટીમ ઇન્ડિયા સાથે નવા ટ્રેનર અને ફિઝિયો જોડાશે તે નક્કી છે. વર્લ્ડ કપ પછી શંકર બાસુ અને પેટ્રિક ફરહાર્ટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ બંનેએ ટીમની સફળતામાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. ખાસ કરીને શંકર બાસુએ વિરાટ કોહલી, પંડ્યા, બુમરાહ જેવા ખેલાડીઓની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપ્યું હતું. પેટ્રિક ફરહાર્ટે ભારતીય બોલરોને અને બેટ્સમેનો ઈજાગ્રસ્ત ન થાય તે માટે ખૂબ ધ્યાન રાખ્યું હતું.
First published: July 16, 2019, 8:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading