બીસીસીઆઈએ કરી દીધી જાહેરાત, એશિયા કપ માટે આ તારીખે પસંદ કરાશે ટીમ

News18 Gujarati
Updated: August 30, 2018, 4:39 PM IST
બીસીસીઆઈએ કરી દીધી જાહેરાત, એશિયા કપ માટે આ તારીખે પસંદ કરાશે ટીમ
2018નો એશિયા કપ 15 સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થવા જઈ રહ્યો છે

2018નો એશિયા કપ 15 સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેશે

  • Share this:
2018નો એશિયા કપ 15 સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લેશે. એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત 1 સપ્ટેમ્બરને શનિવારના રોજ કરવામાં આવશે. એક અંગ્રેજી વેબસાઇટમાં આવેલા રિપોર્ટ પ્રમાણે સીનિયર સિલેક્શન કમેટી આ ટીમની જાહેરાત કરશે. જેમાં એમએસકે પ્રસાદ, સરનદીપ સિંહ અને દેવાંગ ગાંધી સામેલ છે.

જ્યારે પસંદગીકારો ટીમની પસંદગી કરવા બેસશે તો મનીષ પાંડે, ક્રુણાલ પંડ્યા, અંબાતી રાયડુ અને મોહમ્મદ સિરાજને લઈને ઘણી મહેનત કરવી પડશે. આ ચારેય ખેલાડીઓએ હાલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. એવા સમયે એ જોવું રસપ્રદ રહેશે કે વર્તમાન ટીમમાંથી કોને બહાર કરવામાં આવશે.

ગત વખતે એશિયા કપ ટી-20 ફોર્મેટમાં રમાયો હતો પણ આ વખતે આ ટૂર્નામેન્ટ 50 ઓવરની ફોર્મેટમાં રમાશે. ગત વખતે એશિયા કપ દરમિયાન ટીમનો સુકાની એમએસ ધોની હતો અને આ વખતે વિરાટ કોહલી રહેશે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચો રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 28 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.

ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સિવાય એક ક્વોલિફાયર ટીમ ભાગ લેશે.
First published: August 30, 2018, 4:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading