યુસુફ પઠાણનો ડોપિંગ ટેસ્ટ ફેલ, BCCIએ 5 મહિના માટે કર્યો સસ્પેન્ડ

Vinod | News18 Gujarati
Updated: January 9, 2018, 2:48 PM IST
યુસુફ પઠાણનો ડોપિંગ ટેસ્ટ ફેલ, BCCIએ 5 મહિના માટે કર્યો સસ્પેન્ડ
યુસુફ પઠાણ

ડોપિંગ ટેસ્ટમાં ફેલ થયા બાદ બીસીસીઆઈએ બરોડા ક્રિકેટ કંટ્રોલ બોર્ડને યુસુફની પસંદગી ન કરવાનું જણાવ્યું હતું.

  • Share this:
વડોદરાઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણ પર પાંચ મહિના સુધી ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિલ્હીમાં રમાયેલી ટી-20 મેચ દરમિયાન યુસુફ પઠાણે પ્રતિબંધિત દવા લીધી હોવાનો ખુલાસો થયો છે. દિલ્હીમાં ગયા વર્ષે 16 માર્ચના રોજ ટી-20 મેચ રમાઈ હતી. ડોપિંગ ટેસ્ટમાં ફેલ થયા બાદ બીસીસીઆઈએ બરોડા ક્રિકેટ કંટ્રોલ બોર્ડને યુસુફની પસંદગી ન કરવાનું જણાવ્યું હતું.

ગયા વર્ષે ડ્રગ્સ ટેસ્ટ થયો હતો ફેલ

2011માં વર્લ્ડ કપ ટીમનો હિસ્સો બનેલા યુસુફ પઠાણે અજાણતા કરેલી ભૂલને કારણે તેણે પાંચ મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું છે. બીસીસીઆઈએ મંગળવારે આ વાતની પુષ્ટિ કરી હતી. ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણ ગયા વર્ષે ઓક્ટોબરમાં એક પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરવામાં દોષી જણાયો હતો. જેના કારણે બોર્ડે તેના પર ક્રિકેટ રમવા પર બેન મૂકી દીધો હતો. પઠાણે પોતાની દલીલમાં એવું કહ્યું હતું કે, તેણે અજાણતા કફ સિરપ પીતા એ ડ્રગ્સનો ઉપયોગ કર્યો હતો. તેણે પોતાની રમતને સારી બનાવવા માટે આ ડ્રગ્સનો ઉપયોગ નથી કર્યો.

15 જાન્યુઆરીથી ક્રિકેટ રમી શકશે યુસુફ

બીસીસીઆઈ પણ પઠાણની આ દલીલ સાથે સહમત થઈ છે. આથી તેણે પઠાણ પરનો બેન 27 ઓક્ટોબરની જગ્યાએ 15 ઓગસ્ટથી લાગુ થયાનું માની લીધું હતું. હવે પઠાણ 15મી જાન્યુઆરીથી ડોમેસ્ટિક ક્રિકેટ મેચ રમી શકે છે, તેનો પાંચ મહિનાનો બેન લગભગ પુરી થઈ જશે.

આ દવાને કારણે લાગ્યો બેનયુસુફ પઠાણને બ્રોજિટ નામની દવાનું સેવન કરવા માટે દોષી માનવામાં આવ્યો હતો. આ દવા પ્રતિબંધિત દવાઓની શ્રેણીમાં આવે છે. હકીકતમાં અસ્વસ્થ હોવાને કારણે યુસુફ પઠાણે કફ સિરપ પી લીધી હતી, જેના કારણે તેનો ડોપિંગ ટેસ્ટ ફેલ થયો હતો. તેણે દવા લીધા પહેલા વડોદરા ટીમના ડોક્ટરની સલાહ પણ લીધી ન હતી.
First published: January 9, 2018
વધુ વાંચો
अगली ख़बर