IPL પર મોટા સમાચાર, Lockdown વધવાથી હવે સ્થગિત થશે ટૂર્નામેન્ટ!

News18 Gujarati
Updated: April 14, 2020, 3:06 PM IST
IPL પર મોટા સમાચાર, Lockdown વધવાથી હવે સ્થગિત થશે ટૂર્નામેન્ટ!
IPL પર મોટા સમાચાર, Lockdown વધવાથી હવે સ્થગિત થશે ટૂર્નામેન્ટ!

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કહેરને જોતા લોકડાઉન (Lockdown)ને 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કહેરને જોતા લોકડાઉન (Lockdown)ને 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. જેના કારણે આઈપીએલ (IPL) પર સંકટના વાદળો છવાયા છે. બીસીસીઆઈના (BCCI)એક સૂત્રએ કહ્યું કે હાલ આઈપીએલને સ્થગિત કરી દેવામાં આવશે. બીસીસીઆઈના સૂત્રએ કહ્યું કે સરકાર તરફથી 3 મે સુધી લોકડાઉન વધાર્યા પછી અમે આઈપીએલને હાલ સ્થગિત કરી દઈશું.

આઈપીએલનું આયોજન પહેલા 29 માર્ચે થવાનું હતું પણ દેશમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે પહેલા 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આલી હતી. 15 એપ્રિલ સુધી આઈપીએલને ટાળી દીધા પછી માનવામાં આવતું હતું કે ટૂર્નામેન્ટને નાની કરવામાં આવી શકે છે. એવા પણ રિપોર્ટ હતા કે આ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરની આસપાસ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો - ભારતને વર્લ્ડ કપ અપાવનાર જોગિન્દરનો ખુલાસો, આ ડર ના કારણે નથી જતો ઘરે

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly) થોડા દિવસો પહેલા કહ્યું હતું કે વર્તમાન સ્થિતિમાં કોઈ પ્રકારની રમત સંભવ નથી. આ કારણે આઈપીએલ સંભવ નથી કારણ કે વિદેશી ક્રિકેટર્સનું અહીં આવવું મુશ્કેલ રહેશે. બીસીસીઆઈ અધ્યક્ષે કહ્યું કે તે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે હાલ કશું પણ કહેવું સંભવ નથી. બધા એરપોર્ટ બંધ છે, લોકો પોતાના ઘરોમાં બંધ છે. ઓફિસ બંધ છે. કોઈપણ ક્યાં જઈ શકતા નથી. એવું લાગી રહ્યું છે કે મે ના મધ્ય સુધી આવું જ રહેશે. આવામાં કોઈ સ્પોર્ટ્સ ઇવેન્ટની સંભાવના નથી.

આખી દુનિયામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા લગભગ 20 લાખ છે. 1 લાખ 19 હજારના લોકોના મોત થયા છે. ભારતની વાત કરવામાં આવે તો સંક્રમિત લોકોની સંખ્યા 10 હજારને વટાવી ગઈ છે.
First published: April 14, 2020, 3:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading