Home /News /sport /ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, જસપ્રીત બુમરાહ ટી20 વર્લ્ડ કપથી બહાર

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, જસપ્રીત બુમરાહ ટી20 વર્લ્ડ કપથી બહાર

જસપ્રિત બુમરાહ

Jasprit Bumrah Out Of T20 World Cup: ભારતીય ક્રિકેટ ટીમને ICC T20 વર્લ્ડ કપ પહેલા જોરદાર ઝટકો લાગ્યો છે. ટીમના અનુભવી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટૂર્નામેન્ટ બહાર પહોંચી ગયો છે.

    નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને આઈસીઆઈસી ટી20 વિશ્વ કપ પહેલા જ જોરદરા ઝટકો લાગ્યો છે. ટીમનો અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં દુખાવાની ફરિયાદ કરી હતી.

    બુધવારે બુમરાહ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચ રમી શક્યો નહોતો. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે બુમરાહ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. બોર્ડ મારફત તેની ઈજાને લઈને બુધવારે કહેવામાં આવ્યું કે મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે. જેના એક દિવસ બાદ હવે તે વર્લ્ડ કપમાંથી બહાર હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

    આ પણ વાંચોઃ T20 વર્લ્ડ કપમાં બાબર-વિરાટ કરતા વધુ ખતરનાક બનશે મોહમ્મદ રિઝવાન, 5 મેચમાં ફટકારી 4 ફિફ્ટી

    ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમાયેલી શ્રેણી દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે રિહેબમાં હતો અને એશિયા કપમાં પણ રમ્યો નહોતો. તે જ મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ઘરઆંગણે ટી20 શ્રેણીમાં તેણે ઈજામાંથી પુનરાગમન કર્યું હતું. આ સિરીઝમાં તે માત્ર બે જ મેચ રમી શક્યો હતો.

    ઓક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ રમાવાનો છે. આ મોટી ટૂર્નામેન્ટ પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ અને પૂર્વ ક્રિકેટર માર્ક વોએ T20 વર્લ્ડ કપ માટે પાંચ ખેલાડીઓની પસંદગી કરી છે, જે તેની નજરમાં વર્લ્ડ કપમાં ધૂમ મચાવી શકે છે. આ લિસ્ટમાં ટોચ પર બુમરાહનું નામ હતું.

    આ પણ વાંચોઃ મોહમ્મદ રિઝવાને પોતાના પગથી પાકિસ્તાનનો ધ્વજ ઊંચો કર્યો, ચાહકો ભરાયા રોષે

    દિગ્ગજ માર્ક વોએ ટી20 ખેલાડીઓની આ યાદીમાં ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહને ટોચનું સ્થાન આપતા બુમરાહની જોરદાર પ્રશંસા કરી અને કહ્યું, "મને લાગે છે કે તે ક્રિકેટના તમામ ફોર્મેટમાં એક મહાન બોલર છે." તેણે વધુમાં કહ્યું કે, બુમરાહની ટી-20 ક્રિકેટમાં વિકેટ લેવાની ક્ષમતા અદ્ભુત છે. તે ડેથ ઓવરોમાં સારી બોલિંગ કરી શકે છે અને હંમેશા વિકેટ મેળવવા માટે સક્ષમ છે.
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Cricket News in Gujarati, ICC T20 World Cup, Jasprit bumrah

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन