Home /News /sport /રોહિત શર્માને પણ કાઢો... ચેતન શર્માની સિલેક્શન કમિટીની હકાલપટ્ટી બાદ ઉઠી માંગ

રોહિત શર્માને પણ કાઢો... ચેતન શર્માની સિલેક્શન કમિટીની હકાલપટ્ટી બાદ ઉઠી માંગ

કેપ્ટન રોહિત શર્માને હટાવવા ઉઠી માંગ

Cricket fans on Rohit Sharma: ભારતીય ટીમે નિરાશાજનક પ્રદર્શન કરતા સૌથી પહેલા સિલેક્શન કમિટી પર ઠીકરું ફોડવામાં આવ્યું છે. BCCI એ સિલેક્શન કમિટી માટે નવા સિલેક્ટર્સ માટે અરજીઓ મંગાવી છે

    T20 Cricket Captain Rohit Sharma: T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઇનલમાં ભારતના પરાજય બાદ BCCIએ ચેતન શર્માની આગેવાની વાળી સિલેક્શન કમિટીને બહાર કરી દીધી છે. ભારતીય ટીમે નિરાશાજનક પ્રદર્શન કરતા સૌથી પહેલા સિલેક્શન કમિટી પર ઠીકરું ફોડવામાં આવ્યું છે. ચેતન શર્મા (Chetan Sharma) આ સિલેક્શન કમિટીનું નેતૃત્ત્વ કરી રહ્યા હતા, જેમાં સુનિલ જોશી, દેવાશીષ મોહંતી અને હરવિંદર સિંહ શામેલ હતા. આ ચાર મેમ્બર ફરીથી અરજી કરી શકે છે. જોકે, રિપોર્ટ્સ અનુસાર આ ચાર મેમ્બર ફરીથી અરજી નહીં કરે. તેઓ આ વાતને ભૂલીને આગળ વધી ગયા છે.



    T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ખરાબ પ્રદર્શન

    BCCI એ સિલેક્શન કમિટી માટે નવા સિલેક્ટર્સ માટે અરજીઓ મંગાવી છે. જેના પરથી કહી શકાય કે, આ સિલેક્શન કમિટીને બહાર કરી દેવામાં આવી છે. બીજી તરફ T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભારતના ખરાબ પ્રદર્શનને બાદ તમામ લોકોએ BCCIના આ નિર્ણયને આવકાર્યો છે.







    આ દરમિયાન ક્રિકેટના ચાહકો રોહિત શર્માને ફરીથી કેપ્ટન બનાવવાનો વિરોધ કરી રહ્યા છે, ચાહકો રોહિત શર્માને કેપ્ટન તરીકે જોવા માગતા નથી. લોકો સવાલ કરી રહ્યા છે કે, આ માટે સિલેક્શન કમિટીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે, તો તે માટે રોહિત શર્મા જવાબદાર શા માટે ના હોઈ શકે?

    આ પણ વાંચો: ધનરાજ નથવાણી સર્વાનુમતે બન્યા GCAના નવા પ્રમુખ, મોદી-શાહમાં અનુગામી બન્યા

    ન્યુઝીલેન્ડ સામે હાર્દિક પંડ્યા કેપ્ટન 

    અહીં ઉલ્લેખનિય છે કે, T20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડમાં 3 T20 મેચ અને 3 વનડે મેચ રમવાની છે. ન્યુઝીલેન્ડ સામેની મેચ માટે આ સિલેક્શન કમિટીએ જ ટીમની પસંદગી કરી હતી. જેમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ કારણોસર રોહિત શર્માને ડ્રોપ કર્યો હોવાનું ન કહી શકાય. જોકે, આ સીરિઝ માટે રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ને પણ બર્ખાસ્ત કરવાની માંગ કરવામાં આવી રહી છે. વર્લ્ડ કપ બાદ રાહુલ દ્રવિડે એક બ્રેક લીધો છે.



    વિરાટ કોહલી, કે. એલ. રાહુલ અને મોહમ્મદ શમીને પણ ન્યુઝીલેન્ડ સામેની મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. આ ત્રણ ખેલાડીઓએ પણ આરામ કરવા માટે બ્રેક માંગ્યો હતો. આ ત્રણ ખેલાડીઓએ બ્રેક લેતા ક્રિકેટ રસિયાઓમાં નિરાશા જોવા મળી રહી છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: કેપ્ટન, ક્રિકેટ, રોહિત શર્મા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन