આખરી સમયે BCCIએ એશિયા કપ માટે મોકલ્યા 5 ખેલાડી - રિપોર્ટ્સ

News18 Gujarati
Updated: September 15, 2018, 7:32 PM IST
આખરી સમયે BCCIએ એશિયા કપ માટે મોકલ્યા 5 ખેલાડી - રિપોર્ટ્સ
આખરી સમયે BCCIએ એશિયા કપ માટે મોકલ્યા 5 ખેલાડી

એક વરિષ્ઠ બીસીસીઆઈ અધિકારીએ કહ્યું છે કે તમને દરેક ક્વોલિટીના નેટ બોલરો મળતા નથી. આ કારણે પ્રેક્ટિસ સમયે સીનિયર ભારતીય ટીમના ખેલાડીઓને સમસ્યાનો સામનો કરવો પડે છે

  • Share this:
બીસીસીઆઈએ ભારતીય સીનિયર ટીમની નેટમાં મદદ કરવા માટે ભારતીય-એ ટીમના પાંચ બોલરોને યુએઈ મોકલ્યા છે. જેમાં ત્રણ ફાસ્ટ બોલર અવેશ ખાન, એમ પ્રસિદ્ધ કૃષ્ણા અને સિદ્ધાથ કૌલ છે. જ્યારે બે સ્પિનર શાહબાજ નદીમ અને મયંક માર્કન્ડે સામેલ છે. આ બધા બોલરો ભારતીય બેટ્સમેનોને નેટ પર પ્રેક્ટિસ કરાવશે.

અવેશ સિવાય બાકીના ચાર બોલર હાલમાં જ પુરી થયેલી ચાર ટીમોની શ્રેણીમાં ઇન્ડિયા-એ અને ઇન્ડિયા-બી ટીમના સભ્ય હતા. આ સિવાય કૌલ ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ ઇન્ડિયાનો સભ્ય હતો. 19 સપ્ટેમ્બરથી વિજય હઝારે ટ્રોફી શરૂ થઈ રહી છે જેથી આશા કરવામાં આવી રહી છે કે ખેલાડીઓને જલ્દી સ્વદેશ પરત મોકલી દેવામાં આવશે.

આ પણ વાંચો - એશિયા કપથી પહેલા ભારત-પાકિસ્તાનમાં જોવા મળી 'મિત્રતા'- વીડિયો વાયરલ

એક વરિષ્ઠ બીસીસીઆઈ અધિકારીએ કહ્યું છે કે તમને દરેક ક્વોલિટીના નેટ બોલરો મળતા નથી. આ કારણે પ્રેક્ટિસ સમયે સીનિયર ભારતીય ટીમના ખેલાડીઓને સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમ કે ટીમ ઇન્ડિયાએ સતત મેચો રમવાની છે જેથી તમે એ વાતની આશા ન રાખી શકો કે નેટમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ બોલિંગ કરશે. સાથી યવા એકેડમીના બોલરો ક્વોલિટી પ્રેક્ટિસ કરાવી શકતા નથી. આ જ કારણે અમે પોતાના કેટલાક બોલરો મોકલ્યા છે.

આ પણ વાંચો - ધોનીએ તોડ્યુ મૌન, જણાવ્યું કેમ છોડી વનડે-T20ની કેપ્ટન્સી

તેમણે આગળ કહ્યું હતું કે આ પ્રક્રિયાથી ટીમને ફાયદો થઈ શકે છે. જેમાં સીનિયર બેટ્સમેનોને ક્વોલિટી પ્રેક્ટિસ કરવાની તક મળશે. જ્યારે મયંક માર્કન્ડે જેવા યુવા બોલરોને ભારતીય ટીમના નેટ્સમાં બોલિંગ કરવાનો અનુભવ મળશે. આ સિવાય સીનિયર ખેલાડી અને કોચ ટેલેન્ટ ખેલાડીઓ ઉપર નજર રાખી શકશે.આમ પ્રથમ વખત બન્યું નથી. દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં પણ બેટ્સમેનોને પ્રેક્ટિસ કરાવવા માટે અવેશ, બાસિલ થમ્પીને મોકલવામાં આવ્યા હતા.
First published: September 15, 2018, 7:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading