Home /News /sport /

Gujarat Titans New Jersey: BCCI સેક્રેટરી જય શાહ અને હાર્દિક પંડ્યાએ બઝર દબાવીને ગુજરાત ટાઇટન્સની જર્સી લોન્ચ કરી

Gujarat Titans New Jersey: BCCI સેક્રેટરી જય શાહ અને હાર્દિક પંડ્યાએ બઝર દબાવીને ગુજરાત ટાઇટન્સની જર્સી લોન્ચ કરી

બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને હાર્દિક પંડ્યાએ બઝર દબાવીને જર્સી લોકો સમક્ષ મૂકી હતી. (ફોટો-ગુજરાત ટાઇટન્સ)

IPL 2022: IPL 2022 માટે તમામ ટીમો તેમની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. આ વખતે આઈપીએલ (IPL 2022) ખૂબ જ રોમાંચક રહેશે કારણ કે આઠને બદલે 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. આ દસ ટીમોમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)નું નામ પણ સામેલ છે. ગયા વર્ષે CVC કેપિટલ્સે રૂ. 5625 કરોડમાં ગુજરાત ટાઇટન્સની ફ્રેન્ચાઇઝી ખરીદી હતી.

વધુ જુઓ ...
    IPL 2022 માટે તમામ ટીમો તેમની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. આ વખતે આઈપીએલ (IPL 2022) ખૂબ જ રોમાંચક રહેશે કારણ કે આઠને બદલે 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. આ દસ ટીમોમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)નું નામ પણ સામેલ છે. ગયા વર્ષે CVC કેપિટલ્સે રૂ. 5625 કરોડમાં ગુજરાત ટાઇટન્સની ફ્રેન્ચાઇઝી ખરીદી હતી. હવે ગુજરાત ટાઇટન્સે રવિવારે ટીમની જર્સી લોન્ચ કરી છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને હાર્દિક પંડ્યાએ બઝર દબાવીને જર્સી લોકો સમક્ષ મૂકી હતી. આ જર્સી વાદળી રંગની છે.

    ગુજરાત ટાઇટન્સની ટીમ 28 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચથી IPLમાં પદાર્પણ કરશે. ખાસ વાત એ છે કે તે મેચ લખનૌ સુપર જાયન્ટ્સની ડેબ્યૂ મેચ પણ બનવા જઈ રહી છે.



    IPL 2022માં 65 દિવસના સમયગાળામાં કુલ 70 લીગ મેચો અને 4 પ્લેઓફ મેચો રમાશે. 15મી સિઝનની શરૂઆત 26 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે બ્લોકબસ્ટર મેચ સાથે થશે.

    આ પણ વાંચો- Ukraine-Russia War: રશિયાએ લવિવ શહેર નજીક કર્યો ભયાનક હવાઇ હુમલો, 35 લોકોના મોત

    ગુજરાત ટાઇટન્સે હરાજી પહેલા ત્રણ ખેલાડીઓને ડ્રાફ્ટ કર્યા હતા. આ ખેલાડીઓમાં હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલનો સમાવેશ થાય છે. આ સાથે ફ્રેન્ચાઈઝીએ હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન પણ બનાવ્યો છે. ત્યારબાદ ફ્રેન્ચાઇઝીએ લોકી ફર્ગ્યુસન અને મોહમ્મદ શમી જેવા ખેલાડીઓને મેગા ઓક્શનમાં સામેલ કર્યા હતા.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cricket News Gujarati, Gujarati news, Hardik pandya latest news, Indian premier league, IPL 2022

    આગામી સમાચાર