BCCIનો મોટો નિર્ણય, મીડિયા સાથે વાત કરવા પર કર્મચારીઓને મળશે સખત સજા

BCCIનો મોટો નિર્ણય, મીડિયા સાથે વાત કરવા પર કર્મચારીઓને મળશે સખત સજા
BCCIનો મોટો નિર્ણય, મીડિયા સાથે વાત કરવા પર કર્મચારીઓને મળશે સખત સજા

રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈએ પોતાના અધિકારીઓને મીડિયામાં કોઈપણ પ્રકારની વાતચીત કરવાથી ના પાડી છે

  • Share this:
    નવી દિલ્હી : બીસીસીઆઈ (BCCI)હાલના દિવસોમાં આઈપીએલની (IPL)તૈયારીમાં લાગેલું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)સ્થગિત થઈ જાય તો આઈપીએલનું આયોજન કરવામાં આવશે. જોકે બીસીસીઆઈનો કોઈપણ અધિકારી આ વિશે ખુલીને વાત કરી રહ્યો નથી કે આઈપીએલનું આયોજન કેવી રીતે થશે. તેનું કારણ હવે સામે આવી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈએ પોતાના અધિકારીઓને મીડિયામાં કોઈપણ પ્રકારની વાતચીત કરવાથી સખત રીતે ના પાડી છે. આમ કરવામાં જો અધિકારી ફેલ થશે તો તેને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે.

    ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈના સચિવ જય શાહે (Jay Shah)મુંબઈ અને બેંગલુરુ ઓફિસમાં કામ કરનાર લગભગ 100 કર્મચારીઓને ઇ-મેલ કરીને બીસીસીઆઈની કોઈપણ જાણકારી લીક કરવા સામે સખત સલાહ આપી છે.



    આ પણ વાંચો - હવે ફક્ત નો બૉલ જ નહીં, વાઇડ બૉલ ઉપર પણ મળશે ફ્રી હિટ, ટી-20 મેચમાં રહેશે બે પાવરપ્લે!

    ઇ-મેલમાં લખવામાં આવ્યું છે કે અમે જોયું છે કે કેટલાક બીસીસીઆઈ કર્મચારી મીડિયામાં જઈને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. આ આપણા કોન્ટ્રાક્ટની વિરુદ્ધ છે અને તેમાં બીસીસીઆઈની સંવેદનશીલ જાણકારી લીક થવાનો ખતરો છે. આવામાં જો કોઈપણ બીસીસીઆઈનો કર્મચારી જાણકારી વગર આમ કરશે તો તેને પગાર વગર સસ્પેન્ડ કરવામાં આવશે. નોકરીમાંથી પણ કાઢી મુકવામાં આવી શકે છે.
    Published by:Ashish Goyal
    First published:June 13, 2020, 15:17 pm

    ટૉપ ન્યૂઝ