Home /News /sport /ઈંગ્લેન્ડની ભારત-પાકિસ્તાન ટેસ્ટ સીરીઝ યોજવાની ઓફર BCCIએ નકારી, કહી મોટી વાત

ઈંગ્લેન્ડની ભારત-પાકિસ્તાન ટેસ્ટ સીરીઝ યોજવાની ઓફર BCCIએ નકારી, કહી મોટી વાત

ભારત-પાકિસ્તાન ટેસ્ટ સીરીઝ

IND vs PAK Test Series: ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીની યજમાની કરવાની ઔપચારિક ઓફર કરી છે, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ કહ્યું છે કે, નજીકના ભવિષ્યમાં આવી કોઈ શક્યતા નથી.

    નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટને જુસ્સાની હદે પસંદ કરવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચોમાં આનો પુરાવો અવારનવાર જોવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી T20 વર્લ્ડ કપમાં બંને દેશો વચ્ચે મેચ થવાની સંભાવના છે. પરંતુ આ દરમિયાન બંને દેશના ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર આવ્યા, જ્યારે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણી યોજવાની ઓફર કરી, પરંતુ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) આ ઓફરને નકારી છે.

    તમને જણાવી દઈએ કે, છેલ્લા 15 વર્ષથી બંને દેશો વચ્ચે એક પણ ટેસ્ટ મેચ રમાઈ નથી. 2008ના મુંબઈ આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના કારણે ભારતે પાકિસ્તાન સામે ટેસ્ટ મેચ રમવાની ના પાડી દીધી હતી. ત્યારથી આજ સુધી એક પણ ટેસ્ટ મેચ રમાઈ નથી.

    ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીની યજમાની કરવાની ઔપચારિક ઓફર કરી છે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કહ્યું છે કે, નજીકના ભવિષ્યમાં પણ આવી કોઈ શક્યતા નથી. બ્રિટિશ દૈનિક 'ટેલિગ્રાફ'ના અહેવાલ મુજબ, "ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ માર્ટિન ડાર્લોએ T20 શ્રેણી દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથે વાતચીત કરી હતી. T20 શ્રેણી ભવિષ્યમાં ઈંગ્લેન્ડના મેદાન પર ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી આયોજન કરવાની ઓફર કરી.


    BCCIએ આ ઓફર નકારી
    ECBએ આ ઓફર પોતાના ફાયદા માટે કરી છે, ત્યારે BCCIએ આના પર કહ્યું છે કે, આગામી કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચે મેચ યોજાય તેવી શક્યતા નથી. BCCIના એક અધિકારીએ મંગળવારે ગોપનીયતાની શરતે PTIને જણાવ્યું હતું કે, “પ્રથમ વાત એ છે કે ECB એ ભારત-પાક શ્રેણીને લઈને PCB સાથે વાત કરી છે, જે થોડી વિચિત્ર છે. કોઈપણ રીતે પાકિસ્તાન સામેની શ્રેણીનો નિર્ણય BCCI દ્વારા નહીં પરંતુ સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. યથાસ્થિતિ હજુ પણ અકબંધ છે. અમે પાકિસ્તાન સામે બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં જ રમીશું.

    2007માં રમાઈ હતી છેલ્લી ટેસ્ટ શ્રેણી
    ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે 2012માં ભારતમાં દ્વિપક્ષીય શ્રેણી રમાઈ હતી. તે મર્યાદિત ઓવરોની શ્રેણી હતી જ્યારે બંને દેશો વચ્ચે છેલ્લી ટેસ્ટ શ્રેણી 2007માં રમાઈ હતી. બંને દેશો વચ્ચેના તંગદિલીભર્યા સંબંધોને જોતા BCCIએ દ્વિપક્ષીય શ્રેણીનો ઈન્કાર કરી દીધો છે. ભલે તે દેશમાં રમાય કે અન્ય કોઈ દેશમાં.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Ind Vs Pak, Sports news

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन