કેપ્ટન વિરાટ કોહલીને લઈને BCCI અને સ્ટાર્સ સ્પોર્ટ વચ્ચે જંગ

News18 Gujarati
Updated: September 17, 2018, 12:34 PM IST
કેપ્ટન વિરાટ કોહલીને લઈને BCCI અને સ્ટાર્સ સ્પોર્ટ વચ્ચે જંગ
વિરાટ કોહલી, ફાઈલ ફોટો

તે ઉપરાંત સ્ટારે કહ્યું છે કે, જ્યારે વિરાટ કોહલી રમે છે, ત્યારે ટીવીની રટિંગ એક અલગ જ મુકામ પર હોય છે.

  • Share this:
એશિયાના બાદશાહ બનવા માટે હાલમાં જંગ ચાલું છે તેવામાં ટીમ ઈન્ડિયા 18 સપ્ટેમ્બરે પોતાના અભિયાનની શરૂઆત હોંગકોંગ વિરૂદ્ધ કરશે. જોકે, આ પહેલા જ બીસીસીઆઈ અને એશિયા કપના બ્રોડકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ વચ્ચે વિરાટ કોહલીને લઈને જંગ છેડાઈ ગઈ છે.

અસલમાં, સ્ટાર સ્પોર્ટ્સે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના આરામને લઈને પ્રશ્ન ઉઠાવ્યા છે. તમને જણાવી દઈએ કે, એશિયા કપના પ્રસારણ અધિકાર સ્ટારરે આવનાર 8 વર્ષો (2016થી) માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) ખરીદ્યા છે.

જોકે, હાલમાં બીસીસીઆઈએ નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આ ટૂર્નામેન્ટમાં આરામ આપવાનો નિર્ણય કરીને રોહિત શર્માને ભારતીય કેપ્ટનસી સૌંપી છે, દુનિયાનું સૌથી ધનવાન બોર્ડનો આ નિર્ણય સ્ટાર સ્પોર્ટસને ગમ્યો નથી.

એશિયા કપના બ્રરોડકાસ્ટરર સ્ટાર સ્પોર્ટ્સે એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે એસીસીથી આ વાતને લઈને આપત્તિ વ્યક્ત કરી છે કે, ભારતે નિયમો અનુસાર પોતાની બેસ્ટ ટીમ મોકલી નથી જેના કારણે તેના નફા પર અસર થઈ શકે છે.

એસીસીના ખેલ વિકાસ મેનેજમેન્ટ તુસિથ પરેરાને મોકલેલ ઈમેલમાં સ્ટારે લખ્યું, 'અમારા વિચારથી એશિયા કપ માટે દુનિયાના એક સર્વશ્રેષ્ઠ બેટ્સમેનની અનુપસ્થિતિની જાહેરાત ટૂર્નામેન્ટથી માત્ર 15 દિવસ પહેલા કરવી અમારા માટે કરારો ઝટકો છે અને આનાથી ટૂર્નામેન્ટથી રાજસ્વ અને નાણાકીય લાભ પર ઉંડી અસર પડશે.'

તે ઉપરાંત સ્ટારે કહ્યું છે કે, જ્યારે વિરાટ કોહલી રમે છે, ત્યારે ટીવીની રટિંગ એક અલગ જ મુકામ પર હોય છે.શું છે બીસીસીઆઈનો જવાબ?
પ્રસારકોએ એસીસીને બીસીસીઆઈ સાથે સંપર્ક કરવાનું કહ્યું અને તેમને સ્પષ્ટ કર્યુ કે, મીડિયા અધિકાર કરાર (એમઆરરએ) અનુસાર એસીસીને તે સુનિશ્ચિત કરવું પડશે કે, સર્વશ્રેષ્ઠ ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. જોકે, બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યુ કે, નેશનલ ટીમની પસંદગી દેશની સંસ્થાના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને કોઈ પણ રીતની બહારની દખલગીરરીને અનુમતિ આપવામાં આવશે નહી.

બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીએ પરેરાને જવાબ લખ્યો છે, કૃપયા તે વાતને સમજી લો કે ટૂર્નામેન્ટમાં ભાગીદારી માટે સર્વશ્રેષ્ઠ ટીમની પસંદગી બીસીસીઆઈનો વિશેષાધિકાર છે.

તેમને લખ્યું છે, એસીસી અથવા આના બ્રોડકાસ્ટરર કોઈ એક ખેલાડીની પસંદગીનો દબાણ નાંખી શકે નહી અને ના કોઈ પસંદગી સમિતિના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવી શકે છે કે કઈ ટીમ વિશેષ ટૂર્નામેન્ટ માટે સર્વશ્રેષ્ઠ હશે.

ધ્યાન આપવા જેવી બાબત તે પણ છે કે, સ્ટાર સ્પોર્ટ્સ બીસીસીઆઈનો પણ આધિકારિક બ્રોડકાસ્ટરર છે અને તેને હજારો કરોડો રૂપિયાની રકમ ખર્ચ કરીને ના માત્ર ભારતના ઘરેલૂ પ્રસારણ અધિકારર ખરીદ્યા છે તે ઉપરાંત પાંચ વર્ષ માટે આઈપીએલ બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ પણ ખરીદ્યા છે.

 
First published: September 17, 2018, 12:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading