સૌરવ ગાંગુલીના પરિવારમાં પહોંચ્યો કોરોના વાયરસ, એક પછી એક 4 લોકો સંક્રમિત - રિપોર્ટ

News18 Gujarati
Updated: June 20, 2020, 4:01 PM IST
સૌરવ ગાંગુલીના પરિવારમાં પહોંચ્યો કોરોના વાયરસ, એક પછી એક 4 લોકો સંક્રમિત - રિપોર્ટ
સૌરવ ગાંગુલીના પરિવારમાં પહોંચ્યો કોરોના વાયરસ, એક પછી એક 4 લોકો સંક્રમિત - રિપોર્ટ

જોકે અત્યાર સુધી પરિવારના કોઈ સભ્યએ આ વિશે પૃષ્ટિ કરી નથી

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસે (Coronavirus)આખી દુનિયામાં કોહરામ મચાવી રાખ્યો છે. હવે આ મહામારી બીસીસીઆઈ (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ના પરિવાર સુધી પહોંચી ગઈ છે. તેના મોટા ભાઈ કોરોનાની ચપેટમાં આવ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે ગાંગુલીના મોટા ભાઈ સ્નેહાશિષ ગાંગુલી કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. સ્નેહાશિષની પત્ની પણ કોરોનાની ચપેટમાં છે.જોકે અત્યાર સુધી પરિવારના કોઈ સભ્યએ આ વિશે પૃષ્ટિ કરી નથી.

રિપોર્ટ પ્રમાણે સ્નેહાશિષના સાસુ અને સસરા ગત સપ્તાહે કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. બિઝનેસ ઇનસાઇડરે એક સિનિયર અધિકારીના હવાલાથી લખ્યું છે કે ચારેયએ સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ કરી હતી અને બધામાં કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યા હતા. ટેસ્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી ચારેયને એક ખાનગી નર્સિગ હોમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - BCCIએ કહ્યું - ચીનની કંપનીથી દેશને ફાયદો, વીવો સાથે કરાર ખતમ કરીશું નહીં

નર્સિંગ હોમના એક સૂત્રએ જણાવ્યું હતું કે તેમના ડિસ્ચાર્જ કરવામાં આવે કે નહીં તે ટેસ્ટ રિઝલ્ટ પર નિર્ભર કરશે. સૌરવ ગાંગુલી છેલ્લા થોડાક દિવસોમાં પોતાના ભાઈના સંપર્કમાં આવ્યો છે કે નહીં તે વિશે હજુ સુધી કોઈ જાણકારી નથી. જોકે બીસીસીઆઈ અધ્યક્ષ અને તેમનો પરિવાર પુરી રીતે સાવધાની રાખી રહ્યો છે. સ્નેહાશિષ વર્તમાનમાં બંગાળ ક્રિકેટ એસોસિયેશનના સંયુક્ત સચિવ છે. તેમણે પોતાના સમયમાં બંગાળ ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

આજે 20 જૂન સૌરવ ગાંગુલીના જીવનનો સૌથી યાદગાર દિવસ છે. ગાંગુલીએ 24 વર્ષ પહેલા આજના દિવસે જ ઇંગ્લેન્ડમાં સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુક્યો હતો. સોશિયલ મીડિયા પર શનિવારે ગાંગુલીએ કહ્યું હતું કે આજનો દિવસ તેના જીવનનો સૌથી યાદગાર દિવસ છે.
First published: June 20, 2020, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading