Sourav Ganguly Corona Positive: BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ (Sourav Ganguly Corona Positive) હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે રાત્રે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગાંગુલી કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગાંગુલી એક વર્ષમાં બીજી વખત હોસ્પિટલ પહોંચ્યા છે. આ પહેલા જાન્યુઆરીમાં તેમને હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેમણે કોરોના રસીના બંને ડોઝ (corona both vaccine dose ) લીધા છે. આમ છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે ગાંગુલીનું સંક્રમણ ચિંતાનો વિષય છે.
થોડા સમય પહેલા આવ્યો હતો વિવાદમાં
ભારતના આફ્રિકા પ્રવાસ પહેલા ગાંગુલી પણ ઘણા વિવાદોમાં રહ્યા હતા. આ પ્રવાસ પહેલા બીસીસીઆઈએ વિરાટ કોહલીના સ્થાને રોહિત શર્માને ODIના કેપ્ટન બનાવ્યા હતા. જે બાદ ગાંગુલીએ કહ્યું હતું કે, કોહલી સાથે વાત કર્યા બાદ જ તેને વનડેની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો હતો. જોકે, બાદમાં વિરાટે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ODIની કેપ્ટનશીપ છીનવી લેવાના દોઢ કલાક પહેલા તેને આ અંગે જાણ કરવામાં આવી હતી. કોહલીના નિવેદન પર ગાંગુલીએ કહ્યું હતું કે, તે આ મામલે હવે કંઈ નહીં બોલે, બોર્ડ તેની સાથે યોગ્ય રીતે વ્યવહાર કરશે.
અલબત્ત, થોડા દિવસો પહેલા એક ઇન્ટરવ્યુમાં ગાંગુલીએ News18ને જણાવ્યું હતું કે, મેં વ્યક્તિગત રીતે તેમને વિનંતી કરી હતી કે તે (કોહલી) ટી-20 કેપ્ટન્સી ન છોડે. દેખીતી રીતે જ, તેમને કામનું ભારણ લાગ્યું. જે ઠીક છે, તે એક મહાન ક્રિકેટર છે. તેણે લાંબા સમયથી કેપ્ટન્સી કરી છે અને આ વસ્તુઓ થાય છે, કારણ કે મેં પણ લાંબા સમયથી કેપ્ટન્સી કરી છે, તેથી હું જાણું છું.
નોંધનીય છે તે, ગાંગુલીને જાન્યુઆરી મહિનામાં ઇસીજી રીપોર્ટના આધારે એન્જીયોગ્રાફી કરાવાઇ હતી. ગાંગુલીની ત્રણ નળી બ્લોક જોવા મળી હતી. જેમાં એક 90 ટકા બ્લોક હતી. આ માટે એન્જિયોપ્લાસ્ટી કરીને હાલ એક સ્ટેન્ટ મૂકવામાં આવ્યો હતો. ગાંગુલી તેના નિયમ પ્રમાણે તેના ઘરમાં જ જીમ હોઈ ત્યાં ટ્રેડ મિલ કસરત કરતો હતો ત્યારે તેને છાતીમાં દુ:ખાવા સાથે ચક્કર આવ્યા હતા. તેણે તરત જ તેના ફેમિલી ડોક્ટરને જણાવ્યું હતું અને તેમણે ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ થઇ જવા કહ્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર