BCCI President Sourav Ganguly - તાજેતરમાં વિરાટ કોહલી (Virat Kohli)એ સંબોધેલી પ્રેસ કોન્ફરન્સ બાદ ખળભળાટ મચી ગયો હતો. આ કોન્ફરન્સના કારણે અનેક સવાલ ઉભા થયા હતા
નવી દિલ્હી : તાજેતરમાં વિરાટ કોહલી (Virat Kohli)એ સંબોધેલી પ્રેસ કોન્ફરન્સ બાદ ખળભળાટ મચી ગયો હતો. આ કોન્ફરન્સના કારણે અનેક સવાલ ઉભા થયા હતા. ત્યારે આજે સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ આખરે વિરાટ કોહલીની વિસ્ફોટક પ્રેસ કોન્ફરન્સનો જવાબ આપ્યો છે.
વિરાટ કોહલીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં (virat kohli press conference)વન ડે કેપ્ટન પદેથી હકાલપટ્ટી બાબતે વાત કરી હતી અને બીસીસીઆઇ (BCCI)ના પ્રમુખની ટિપ્પણીનું ખંડન કર્યું હતું. કોહલીને આ મહિનાની શરૂઆતમાં વન ડે કેપ્ટન પદેથી બરતરફ કરવામાં આવ્યો હતો અને બીજા દિવસે ગાંગુલીએ દાવો કર્યો હતો કે BCCIએ કોહલીને સપ્ટેમ્બરમાં ટી-20 આંતરરાષ્ટ્રીય કેપ્ટન્સી ન છોડવા જણાવ્યું હતું. આ કારણે પસંદગીકારોએ તેને 50 ઓવરની કેપ્ટન્સીમાંથી દૂર કરવો પડ્યો હતો. તેઓ વ્હાઇટ બોલ ફોર્મેટ માટે કેપ્ટન ઇચ્છતા હતા.
જોકે કોહલીએ સાઉથ આફ્રિકા ટેસ્ટ શ્રેણી માટે રવાના થયા પહેલા બુધવારે પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગાંગુલીના નિવેદનનું ખંડન કર્યું હતું વિરાટ કોહલીની હકાલપટ્ટીને ખરાબ રીતે કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ અને ચેરમેનને દોષી ઠેરવવામાં આવી રહ્યા હોવાથી પ્રેસ કોન્ફરન્સે BCCI સામે સવાલ ઉભા કરી દીધા છે. સૌરવ ગાંગુલીએ હજુ સુધી આ સમગ્ર મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે, "મારે કોઈ ટિપ્પણી કરવાની જરૂર નથી. BCCI તેની સાથે યોગ્ય રીતે વ્યવહાર કરશે.
ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકા પ્રવાસ માટે રવાના થવાના આગલા દિવસે વિરાટ કોહલીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, વાતચીત વિશે કે નિર્ણય અંગે જે કહેવામાં આવ્યું હતું તે ખોટું હતું. 8 ડિસેમ્બરે ટેસ્ટ શ્રેણી માટેની પસંદગી બેઠકના દોઢ કલાક પહેલા મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. અગાઉ કોઈએ મારી સાથે વાતચીત કરી ન હતી. મેં મારી ટી-20 કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધા બાદ કોઈ વાત થઈ ન હતી.
વિરાટે ઉમેર્યું હતું કે, જ્યારે મેં ટી-20ની કેપ્ટન્સી છોડી ત્યારે મેં સૌ પ્રથમ બીસીસીઆઇનો સંપર્ક કર્યો હતો અને તેમને મારા નિર્ણયની જાણ કરી હતી. મેં તેમની સામે મારી વાત રજૂ કરી હતી. મેં કારણ સમજાવ્યું કે હું ટી-20 કેપ્ટન્સી છોડવા માંગુ છું અને તેમણે મારો નિર્ણય સારી રીતે લીધો હતો. કોઈ ખચકાટ નહોતો અને એકવાર પણ મને ટી-20 કેપ્ટન્સી ન છોડવા કહેવામાં આવ્યું ન હતું.
અલબત્ત, થોડા દિવસો પહેલા એક ઇન્ટરવ્યુમાં ગાંગુલીએ News18ને જણાવ્યું હતું કે, મેં વ્યક્તિગત રીતે તેમને વિનંતી કરી હતી કે તે (કોહલી) ટી-20 કેપ્ટન્સી ન છોડે. દેખીતી રીતે જ, તેમને કામનું ભારણ લાગ્યું. જે ઠીક છે, તે એક મહાન ક્રિકેટર છે. તેણે લાંબા સમયથી કેપ્ટન્સી કરી છે અને આ વસ્તુઓ થાય છે, કારણ કે મેં પણ લાંબા સમયથી કેપ્ટન્સી કરી છે, તેથી હું જાણું છું
ગાંગુલીએ વધુમાં કહ્યું હતું કે, પસંદગીકારો માત્ર વ્હાઇટ બોલનો કેપ્ટન ઇચ્છતા હતા અને તેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મને ખબર નથી કે ભવિષ્યમાં શું થવાનું છે, પરંતુ મેં કહ્યું તેમ આ સારી ટીમ છે અને તેમાં કેટલાક અદ્ભુત ખેલાડીઓ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર