IPL પર મોટા સમાચાર, હવે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ટૂર્નામેન્ટનું આયોજન કરાવવાની યોજના!

News18 Gujarati
Updated: March 31, 2020, 2:56 PM IST
IPL પર મોટા સમાચાર, હવે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ટૂર્નામેન્ટનું આયોજન કરાવવાની યોજના!
IPL પર મોટા સમાચાર, હવે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ટૂર્નામેન્ટનું આયોજન કરાવવાની યોજના!

દુનિયાની સૌથી લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ 29 માર્ચે યોજાવાની હતી પણ કોરોના વાયરસના કારણે 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે

  • Share this:
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier league)ની 13મી સિઝનના આયોજનને લઈને સતત અસમંજસની સ્થિતિ બનેલી છે. દુનિયાની સૌથી લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ 29 માર્ચે યોજાવાની હતી પણ કોરોના વાયરસના (Coronavirus) કારણે 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે. જોકે વચ્ચે એવા સમાચાર હતા કે આઈપીએલને રદ કરી દીધી હતી. ખાસ કરીને ટોક્યો ઓલિમ્પિક એક વર્ષે માટે સ્થગિત થયા પછી આઈપીએલને રદ કરવાની આશંકા વધી ગઈ હતી. જો ફરી એક વખત આઈપીએલ (IPL)આયોજીત કરાવવાને લઈને ફરીથી યોજના બનાવવામાં આવી રહી છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે ઇન્ડિયન પ્રીમિયર લીગના સ્ટેકહોલ્ડર્સ ટૂર્નામેન્ટના આયોજનને લઈને ઑગસ્ટ-સપ્ટેમ્બર વચ્ચે કોઈ વિન્ડો શોધવાની યોજના પર કામ કરી રહ્યા છે. બીસીસીઆઈએ (BCCI)એ વાતનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે કે ઑગસ્ટના અંતથી લઈને ઓક્ટોબરની શરુઆત સુધીનો સમય છે. જેમાં ટૂર્નામેન્ટનું આયોજન કરાવવામાં આવી શકે છે. જોકે આ માટે જરુરી એ હશે કે આગામી ચાર મહિનામાં ભારતમાંથી કોરોના વાયરસ પુરી રીતે ખતમ થઈ જાય.

આ પણ વાંચો - વિરાટ અને અનુષ્કાએ Coronavirus પીડિતોની મદદ માટે આપ્યા આટલા કરોડ રુપિયા

બીસીસીઆઇનું હાલ બધું ધ્યાન એ વાત પર છે કે આગામી સમયમાં બાબતો કઈ બાજુ આગળ વધે છે. તે હિસાબે આગળની યોજના બનાવવામાં આવશે. વિદેશી ખેલાડીઓ વગર પણ ટૂર્નામેન્ટ આયોજીત કરાવવાનો વિચાર પણ સામેલ છે.

રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે સ્થિતિ ઉપર નજીકથી નજર બનાવી રાખી રહ્યા છીએ અને અમે એ હિસાબે નિર્ણય કરીશું. અમે ઑગસ્ટ-સપ્ટેમ્બર વચ્ચે વિન્ડો શોધી રહ્યા છીએ. હાલ કાર્યક્રમ પ્રમાણે ભારતીય ટીમ સપ્ટેમ્બરમાં એશિયા કપમાં ભાગ લેવાની છે અને ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચમાં ઇંગ્લેન્ડની યજમાની કરવાની છે. આ પછી ટી-20 વર્લ્ડ કપ થવાનો છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ એશિયા કપનો કાર્યક્રમ બદલવા માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલને મનાવી શકે છે. જોકે બીસીસીઆઈને આખી આઈપીએલ માટે 37 દિવસ મળી જાય અથવા નાની આઈપીએલનું આયોજન થઈ શકે છે. જોકે આ સમયે પણ આયોજકોએ એ શહેરોની પસંદ કરવી પડશે જે તે સમયે માનસૂનથી પ્રભાવિત ના હોય. આ ઘણું પડકારજનક કામ છે.
First published: March 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading