કાશ્મીર સાથે જોડાયેલા બેનર દેખાડવાથી ભડક્યું BCCI, ICCએ માફી માગી

News18 Gujarati
Updated: July 7, 2019, 4:50 PM IST
કાશ્મીર સાથે જોડાયેલા બેનર દેખાડવાથી ભડક્યું BCCI, ICCએ માફી માગી
કાશ્મીર સાથે જોડાયેલા બેનર દેખાડવાથી ભડક્યું BCCI, ICCએ માફી માગી

BCCIએ ભારતીય ક્રિકેટરોની સુરક્ષાને લઇને પણ ચિંતા વ્યક્ત કરી

  • Share this:
આઈસીસી વર્લ્ડ કપ 2019માં ઇન્ડિયા અને શ્રીલંકાની મેચમાં હવાઇ જહાજ દ્વારા રાજનીતિક સંદેશ આપવાની ઘટના પર ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) સખત વિરોધ નોંધાવ્યો છે. સાથે ભારતીય ક્રિકેટરોની સુરક્ષાને લઇને પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન આઈસીસીએ સેમિ ફાઇનલ મેચ દરમિયાન બર્મિંઘમ અને માન્ચેસ્ટરના સ્ટેડિયમને નો ફ્લાઇંગ ઝોન ઘોષિત કરી દીધો છે. આ પહેલા આઈસીસીના ટૂર્નામેન્ટ પ્રમુખ ક્રિસ ટેટલી આ ઘટના માટે બીસીસીઆઈની માફી માંગી ચૂક્યા છે.

ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે શનિવારે યોજાયેલી મેચ દરમિયાન સ્ટેડિયમની ઉપરથી એક પછી એક ત્રણ હવાઇ જહાજ નિકળ્યા હતા જેની ઉપર રાજનીતિક સંદેશો લખ્યો હતો. પહેલા પ્લેનની પાછળ એક બેનર લટકેલું હતું અને તે બેનર ઉપર લખ્યું હતું કે ‘કાશ્મીર માટે ન્યાય’. બીજા પ્લેનની પાછળ લખ્યું હતું કે ‘ભારત નરસંહાર બંધ કરો અને કાશ્મીરને આઝાદ કરો’. ત્રીજા વિમાનના બેનર પર લખ્યું હતું કે ભારતમાં મોબ લિચિંગ બંધ કરવામાં આવે.

આ પણ વાંચો - રોહિત શર્માએ વર્લ્ડ કપમાં સદી ફટકારવાના મામલે 8 દેશોને પછાડ્યા

માન્ચેસ્ટર-બર્મિંઘમ સ્ટેડિયમ નો ફ્લાઇંગ ઝોન
આ ઘટના પર આઈસીસી નારાજ જોવા મળી હતી અને તેણે માન્ચેસ્ટર અને બર્મિંઘમ પોલીસ સાથે વાત કરી હતી. પોલીસે આઈસીસીને વિશ્વાસ અપાવ્યો છે કે તે આ બે શહેરોના સ્ટેડિયમની આસપાસના વિસ્તારોને નો ફ્લાઇંગ ઝોન ધોષિત કરશે. આઈસીસીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે આ બીજી વખત બન્યું છે અને આ કારણે અમે દુખ વ્યક્ત કરીએ છીએ. અમે આઈસીસી વર્લ્ડ કપમાં કોઇ પ્રકારના રાજનીતિક સંદેશાને અવગણી શકીએ નહીં. ટૂર્નામેન્ટ દરમિયાન અમે સ્થાનિક પોલીસ સાથે મળીને કામ કર્યું છે, જેથી આ વિરોધને રોકવામાં આવે. પ્રથમ ઘટના પછી વેસ્ટ યોર્કશાયર પોલીસે અમને વિશ્વાસ આપ્યો હતો કે આવી ઘટના ફરી નહીં થાય. જોકે ફરી આવી ઘટના થતા અમે નિરાશ છીએ.

29 જૂને આ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં પણ સ્ટેડિયમ ઉપર એક હવાઇજહાજ આવ્યું હતું, જેની ઉપર બલૂચિસ્તાન માટે ન્યાયના નારા લખેલા હતા.આ પણ વાંચો - નિવૃત્તિની અટકળો વચ્ચે ધોની બોલ્યો - મને જ ખબર નથી ક્યારે નિવૃત્તિ લઇશ

બીસીસીઆઈએ માંગી સુરક્ષા
બીસીસીઆઈના સીઇઓ રાહુલ જૌહરીએ કહ્યું હતું કે બીસીસીઆઈ તરફથી હું એ ધ્યાન અપાવવા માંગું છું કે આ ઘટનાને અમે ગંભીરતાથી લઈએ છીએ. અમે આઈસીસી અને ઇસીબીને વિનંતી કરીએ છીએ કે અમે વિશ્વાસ આપવામાં આવે કે આગળ આવી કોઈ ઘટના થશે નહીં. આ સિવાય ભારતીય ક્રિકેટ ટીમ અને ભારતીય પ્રશંસકોને પુરતી સુરક્ષા આપવામાં આવે.
First published: July 7, 2019, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading