BCCIએ ખેલરત્ન માટે રોહિત શર્મા અને અર્જુન એવોર્ડ માટે ધવનના નામની ભલામણ કરી

News18 Gujarati
Updated: May 30, 2020, 10:46 PM IST
BCCIએ ખેલરત્ન માટે રોહિત શર્મા અને અર્જુન એવોર્ડ માટે ધવનના નામની ભલામણ કરી
BCCIએ ખેલરત્ન માટે રોહિત શર્મા અને અર્જુન એવોર્ડ માટે ધવનના નામની ભલામણ કરી

ઇશાંત શર્મા, ઓલરાઉન્ડર દિપ્તી શર્માનું નામ અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું

  • Share this:
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ખેલરત્ન (rajiv gandhi khel ratna) એવોર્ડ માટે રોહિત શર્માના નામની ભલામણ કરી છે. રોહિતના સાથી શિખર ધવનનું (Shikhar Dhawan)નામ અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે. ધવન 2018માં અર્જુન એવોર્ડ (arjuna award) ચૂકી ગયો હતો. ભારતીય ટીમના સૌથી સિનીયર ફાસ્ટ બોલર ઇશાંત શર્માનું (Ishant Sharma)નામ પણ અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે. આ સિવાય મહિલા વર્ગમાં ઓલરાઉન્ડર દિપ્તી શર્માનું (deepti sharma)નામ અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે. જે છેલ્લા ત્રણ વર્ષથી વન-ડે અને ટી-20માં શાનદાર પ્રદર્શન કરી રહી છે.

જો રોહિત શર્માને ખેલરત્ન સન્માન મળશે તો તે સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી પછી આવી સિદ્ધિ મેળવનાર ચોથો ક્રિકેટર બનશે.

આ પણ વાંચો - શ્રીસંતે કહ્યું - સચિન 40 વર્ષ રમી શકે તો ધોનીની કારકિર્દી 38 વર્ષમાં કેમ ખતમ થાય?

ભારતીય ઓપનર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) માટે ગત વર્ષ ઘણું શાનદાર રહ્યું હતું. એક જ વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારનાર ઇતિહાસનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. ઇંગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપમાં રોહિતે 9 મેચમાં 649 રન બનાવ્યા હતા. જોકે સચિન તેંડુલકરનો (Sachin Tendulkar)એક વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવવાના રેકોર્ડ તોડવાથી વંચિત રહ્યો હતો. સચિને 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા.
First published: May 30, 2020, 10:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading