Home /News /sport /2024ના વર્લ્ડકપમાં તદ્દન નવી ટીમ મેદાનમાં ઉતારશે, રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા સીનીયર્સ તબક્કાવાર બહાર રહેશે
2024ના વર્લ્ડકપમાં તદ્દન નવી ટીમ મેદાનમાં ઉતારશે, રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા સીનીયર્સ તબક્કાવાર બહાર રહેશે
2024ના વલ્ડકપમાં તદ્દન નવી ટીમ મેદાનમાં ઉતારશે
T20 World Cup: PTIના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી મહિનાઓમાં કેપ્ટન રોહિત, કોહલી અને આર અશ્વિનને ધીમે ધીમે ટૂંકા ફોર્મેટમાંથી બહાર કરવામાં આવશે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ T20 (T20 worldcup 2022) ચૂકી ગઈ છે. રોહિત શર્માની આગેવાનીવાળી ટીમને એડિલેડ ખાતે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે 10 વિકેટે હરાવી હતી. હાર બાદ ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid )ને T20 સેટઅપમાં રોહિત અને વિરાટ કોહલી જેવા વરિષ્ઠ ખેલાડીઓના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું હતું.
મેચ બાદની પ્રેસ કોન્ફરન્સમાં કોચ જણાવ્યું હતું કે, ખેલાડીઓની ફેરબદલી વિશે વાત કરવી ખૂબ જ સહેલું છે. કોચ દ્રવિડે ખેલાડીઓને તક આપવા વિશે ખુલીને કઈ ખાસ વાતચીત કરી નહોતી. પરંતુ PTIના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી મહિનાઓમાં કેપ્ટન રોહિત, કોહલી અને આર અશ્વિનને ધીમે ધીમે ટૂંકા ફોર્મેટમાંથી બહાર કરવામાં આવશે.
BCCIના સૂત્રોને ટાંકીને અહેવાલમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 2024માં રમાનાર વલ્ડકપ માટે તદ્દન નવી ટીમને મેદાનમાં ઉતારવામાં આવશે. તેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, હાર્દિક પંડ્યાને લાંબા ગાળે કેપ્ટન તરીકે રજૂ કરવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યા IPLમાં ગુજરાત ટાઇટન્સનું સુકાનીપદ સફળ રીતે નિભાવી ચૂકયો છે અને ઓલરાઉન્ડર ખેલાડી તરીકે પણ ટીમમાં તેનો ફાળો મહત્વપૂર્ણ હોય છે.
BCCIના એક સૂત્રએ નામ જાહેર ન કરવાની શરતે PTIને જણાવ્યું હતું કે, BCCI ક્યારેય કોઈને નિવૃત્તિ લેવાનું કહેતું નથી. નિવૃતિનો નિર્ણય વ્યક્તિગત જ હોય છે. જોકે, 2023માં કેટલાક T20I શેડ્યૂલ સિવાય મોટાભાગના સિનિયર્સ તે સમયે ODI અને ટેસ્ટ મેચો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સૂત્રએ વધુમાં કહ્યું કે, જો તમે ઇચ્છતા ન હોવ તો તમારે નિવૃત્તિની જાહેરાત કરવાની જરૂર નથી. તમે મોટા ભાગના સિનિયર્સને આવતા વર્ષે T20 રમતા જોશો નહીં. તેઓ હવે આવતા વર્ષે ભારતમાં યોજાનાર ICC ક્રિકેટ વર્લ્ડ કપની આગેવાનીમાં 50-ઓવરના ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
અહીં નોંધનીય છે કે, FTP કેલેન્ડર મુજબ ભારત વર્લ્ડ કપ પહેલા 25 ODI અને 12 T20I રમશે. જેમાંની ત્રણ ન્યૂઝીલેન્ડ સામેની છે.
T20 વર્લ્ડકપમાં ભારતની હાર પછી ટીમ મેનેજમેન્ટ આવનારા સમય માટે આકરા પગલાં ભારે તે સ્વાભાવિક હતું. જેમાં હવે સિનિયર્સને તે T20 ફોર્મેટમાંથી દૂર કરવાની વાત આવી રહી છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર