આ ભારતીય ખેલાડીને પસંદગીના 24 કલાકની અંદર ટીમમાંથી બહાર કરી દીધો

News18 Gujarati
Updated: July 24, 2018, 8:49 PM IST
આ ભારતીય ખેલાડીને પસંદગીના 24 કલાકની અંદર ટીમમાંથી બહાર કરી દીધો
તસવીર - ટ્વિટર

  • Share this:
ગત સિઝનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પ્રતિબંધ પદાર્થ લેવા માટે દોષિત સાબિત થયેલા પંજાબનો વિકેટકિપર બેટ્સમેન અભિષેક ગુપ્તાને બીસીસીઆઈની પસંદગી સમિતીએ દુલીપ ટ્રોફી માટે પસંદ કરેલી ઇન્ડિયા-રેડ ટીમમાં સ્થાન આપ્યું હતું. જોકે બીસીસીઆઈએ જલ્દી પોતાની ભૂલ સુધારતા અભિષેકના સ્થાને અક્ષય વાડકરનો ઇન્ડિયા-રેડમાં સમાવેશ કર્યો હતો. વેબસાઇટ ઇએસપીએન ક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે દુલીપ ટ્રોફી 17 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. બીસીસીઆઈએ સોમવારે મોડી રાત્રે એક નિવેદન જારી કરીને અભિષેકના સ્થાને અક્ષયનો ટીમમાં સમાવેશ કર્યાની જાણકારી આપી હતી. આમ 24 કલાકની અંદર તે ટીમમાંથી બહાર થઈ ગયો હતો.

નિવેદન પ્રમાણે બીસીસીઆઇની ડોપિંગ રોધી એજન્સીએ બોર્ડને યાદ અપાવ્યું હતું કે ઇન્ડિયા રેડ ટીમમાં પસંદ થયેલા અભિષેક પર આઠ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જે આ વર્ષે 14 સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે. આ પછી પસંદગી સમિતીએ અભિષેકના સ્થાને અક્ષયને ઇન્ડિયા-રેડ ટીમમાં પસંદ કર્યો હતો.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન અભિષેકનો 15 જાન્યુઆરીએ ડોપ ટેસ્ટ થયો હતો. આ ટેસ્ટમાં મુત્રના નમુનામાં વાડા દ્વારા પ્રતિબંધિત પદાર્થના અંશ મળ્યા હતા આ પછી બીસીસીઆઈએ તેની ઉપર જૂનમાં આઠ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો.

અભિષેકે પોતાની ભૂલ માની લીધી હતી અને કહ્યું હતું કે તેણે પદાર્થનું સેવન અજાણતા કર્યું હતું. બીસીસીઆઈને અભિષેકના જવાબથી સંતોષ થયો હતો અને આઠ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો.
First published: July 24, 2018, 8:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading