MSK પ્રસાદ પછી આ દિગ્ગજ બની શકે છે ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય પસંદગીકાર - રિપોર્ટ

News18 Gujarati
Updated: September 27, 2019, 3:49 PM IST
MSK પ્રસાદ પછી આ દિગ્ગજ બની શકે છે ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય પસંદગીકાર - રિપોર્ટ
MSK પ્રસાદ પછી આ દિગ્ગજ બની શકે છે ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય પસંદગીકાર - રિપોર્ટ

BCCIએ નવા ચીફ સિલેક્ટરની પસંદગી શરુ કરી દીધી છે

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ની વર્તમાન પસંદગી સમિતિ (Selection Committee)ના ચીફ સિલેક્ટરનો કાર્યકાળ જલ્દી ખતમ થવાનો છે. આવા સમયે BCCIએ નવા ચીફ સિલેક્ટરની પસંદગી શરુ કરી દીધી છે. હાલ આ પદ ઉપર એમએસકે પ્રસાદ (MSK Prasad) છે. જેમને 2016માં આ જવાબદારી આપવામાં આવી હતી. હાલમાં ટીમ પસંદગીને લઈને એમએસકે પ્રસાદની ઘણી ટિકા થઈ હતી. વર્લ્ડ કપની ટીમમાં અંબાતી રાયડુ(Ambati Rayudu)ની પસંદગી ન કરતા પણ ઘણી ટિકા થઈ હતી. આ કારણે એમએસકે પ્રસાદનો કાર્યકાળ વધારવામાં આવે તેવી કોઈ સંભાવના નથી.

ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે ભારતીય ટીમના નવા ચીફ સિલેક્ટર માટે જે લોકોના નામ દાવેદાર તરીકે ચાલી રહ્યા છે. તેમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણન(laxman sivaramakrishnan)નું નામ સૌથી આગળ છે. શિવરામકૃષ્ણન દેશ માટે 9 ટેસ્ટ અને 16 વન-ડે રમ્યા છે. તે 1983થી લઈને 1987 સુધી ટીમ ઇન્ડિયાના સભ્ય હતા. શિવરામકૃષ્ણન હાલ કોમેન્ટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. જો તેમને ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટર બનાવવામાં આવશે તો તેમણે કોમેન્ટ્રી છોડવી પડશે. હાલ શિવરામકૃષ્ણનનો બીસીસીઆઈ સાથે કરાર છે, જે 23 ઑક્ટોબરે પ્રસ્તાવિત વાર્ષિક સામાન્ય સભા પહેલા ખતમ થઈ રહ્યો છે. માનવામાં આવે છે કે શિવરામકૃષ્ણન આ પદ સંભાળવા માટે ઇચ્છુક છે અને આ વિશે જલ્દી ઔપચારિક વાત કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો - ખુલાસો - સચિને ઓપનિંગમાં આવવા માટે હાથ જોડીને કરી હતી ઘણી વિનંતી

શિવરામકૃષ્ણન હાલ કોમેન્ટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે


રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈને (BCCI)સેલેરીના મુદ્દાને લઈને પણ નવા ચીફ સિલેક્ટર શોધવામાં સમસ્યા આવી રહી છે. એવા સમયે બીસીસીઆઈ બધા એજ ગ્રૂપમા પસંદગીકારોની સેલેરીની સમીક્ષા પણ કરી શકે છે. એવા સમયે માનવામાં આવે છે કે સીનિયર નેશનલ સિલેક્શન પેનલના ચેરમેનને 1.5 કરોડ રુપિયાની સેલેરી આપવામાં આવી શકે છે. પેનલના અન્ય સભ્યોને 1.2 કરોડ રુપિયા મળશે.
First published: September 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...