મીડિયા રાઈટ્સ: BCCI પર એકવાર ફરીથી રૂપિયાનો ધોધમાર વરસાદ

News18 Gujarati
Updated: April 4, 2018, 12:54 AM IST
મીડિયા રાઈટ્સ: BCCI પર એકવાર ફરીથી રૂપિયાનો ધોધમાર વરસાદ

  • Share this:
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર ફરી એક વાર પૈસાનો ધોધમાર વરસાદ થયો છે, કારણ કે ભારતની ઘરેલુ દ્વિપક્ષીય સિરીઝના મીડિયા રાઇટ્સ માટે સ્ટાર, સોની અને જિયો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.. ભારતની ઘરેલુ દ્વિપક્ષીય શ્રેણીઓના ગ્લોબલ કૉન્સોલિડેટેડ મીડિયા રાઇટ્સ (GCR) મેળવવા માટેની બોલી બોર્ડની પહેલી ઈ-હરાજીના પહેલા દિવસના અંત સુધીમાં 4442 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, જે સ્ટાર ટીવીની 2012ની રેકોર્ડ 3851 કરોડ રૂપિયાની બોલીથી 15 ટકા વધુ થઈ ચૂકી છે. જીસીઆરમાં આગામી પાંચ વર્ષમાં ભારતની તમામ 102 મેચો (ત્રણેય ફોર્મેટમાં)નાં જીસીઆર ઉપરાંત ડિજિટલ રાઇટ્સ પણ સામેલ છે.

પહેલી સૌથી મોટી GRC બોલી 4176 કરોડ રૂપિયાની હતી, જેમાં પાછળથી 25-25 કરોડનો વધારો થયો. કેટલીક ટોચની બોલીઓ અત્યાક સુધીમાં 4201.20 કરોડ રૂપિયા, 4244 કરોડ રૂપિયા, 4303 કરોડ રૂપિયા અને 4328.25 કરોડ રૂપિયા રહી છે. ઈ-હરાજી હવે બુધવારે સવારે 11 વાગ્યે ફરીથી શરૂ થશે અને નિયમાનુસાર બોલી લગાવનારા સિવાય કોઈની પાસે ટોચની બોલી લગાવનારની માહિતી રહેશે નહી . તમામ ત્રણેય બોલી લગાવનારી કંપનીઓ તેમને આપવામાં આવેલા અલગ-અલગ લોગ-ઇન આઈડી સાથે બોલી લગાવી રહી છે. માત્ર 3 કંપનીઓ સ્ટાર, સોની અને જિયોએ ટેકનિકલ બિડ્સ સબમિટ કર્યાં છે અને ફેસબુક, ગૂગલ અને યપ (YuppTV) જેવી કંપનીઓ બોલી જીતનારી કંપની સાથે પાછળથી પાર્ટનરશીપ કરી શકે છે.

BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, ‘સ્ટાર પાસે તેનું પોતાનું ડિજિટલ પ્લેટફોર્મ હોટસ્ટાર છે, તેની ફેસબુક કે ગૂગલ સાથે ભાગીદારીની સંભાવના નથી, પરંતુ જો સોની આ બંનેમાંથી કોઈ સાથે ગ્રૂપ પાર્ટનરશીપ કરી લે કંઈ કહી શકાય નહી. આમ એકવાર ફરી સાબિત થઈ ગયું છે કે, ભારતમાં ક્રિકેટનું ધૂમ વેચાણ થાય છે. ઘણીવાર પૂરતો પ્રચાર ન થયો હોય તે છતાં પણ ભારતીય ક્રિકેટ પૈસા બનાવી લે છે.’

બીસીસીઆઈ 3 વિશેષ વર્ગમાં મીડિયા અધિકાર વેચી રહ્યું છે, જેમાં જીસીઆરની સાથે વર્લ્ડ (ROW) ડિજિટલ રાઇટ્સ પેકેજ, ઇન્ડિયન સબ-કોન્ટિનેન્ટ ડિજિટલ રાઇટ્સ પેકેજ, ગ્લોબલ કોન્સોલિડેટેડ રાઇટ્સ પેકેજ (GCR)નો સમાવેશ થાય છે. આગામી 2018-19ની સિઝન માટે ગ્લોબલ ટીવી અને ROW ડિજિટલ રાઇટ્સ પેકેજમાં પ્રત્યેક મેચની બોલી 35 કરોડથી શરૂ થઈ હતી, જ્યારે ઇન્ડિયા સબ-કોન્ટિનેન્ટ ડિજિટલ રાઇટ્સ પેકેજની બોલી 8 કરોડ અને ગ્લોબલ કોન્સોલિડેટેડ રાઇટ્સની બોલી 43 કરોડ રૂપિયાથી શરૂ થઈ હતી.
First published: April 4, 2018, 12:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading