BCCI જલ્દી ટીમ ઇન્ડિયામાં સામેલ કરી શકે છે નવો સદસ્ય

News18 Gujarati
Updated: September 30, 2018, 5:30 PM IST
BCCI જલ્દી ટીમ ઇન્ડિયામાં સામેલ કરી શકે છે નવો સદસ્ય
BCCI જલ્દી ટીમ ઇન્ડિયામાં સામેલ કરી શકે છે નવો સદસ્ય

ટીમના કોચિંગ સ્ટાફમાં હાલ હેડ કોચ રવિ શાસ્ત્રી સાથે બેટિંગ કોચ સંજય બાંગર,બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર.શ્રીધર છે

  • Share this:
એશિયા કપમાં જીત મેળવ્યા પછી ટીમ ઇન્ડિયા જોશથી ભરપૂર છે. વન -ડેમાં જીત પછી બીસીસીઆઈનું ધ્યાન ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયાને મજબૂત બનાવવા પર છે. ઇંગ્લેન્ડ સામે 1-4થી ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા દરમિયાન જે રીતે અશ્વિન ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો તે જોતા બીસીસીઆઈ કોચિંગ સ્ટાફ વધારવા પર વિચારણા કરી રહ્યું છે. સંભવ છે કે બીસીસીઆઈ કોચિંગ સ્ટાફમાં એક સ્પિન બોલિંગ કોચનો સમાવેશ કરે.

અશ્વિને ઇંગ્લેન્ડ પ્રવાસમાં એજબેસ્ટનમાં રમાયેલ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 4 વિકેટ ઝડપી શરૂઆત કરી હતી. પણ જેમ-જેમ શ્રેણી આગળ વધી તે ફીકો રહ્યો હતો અને પછી ઇજાગ્રસ્ત થઈ બહાર થઈ ગયો હતો. જેથી વિદેશી પિચોમાં ભારતીય સ્પિનરોની સમસ્યાનું સમાધાન શોધવા બીસીસીઆઈ વિચાર કરી રહ્યું છે.

મુંબઈ મિરરમાં આવેલા રિપોર્ટ પ્રમાણે એશિયા કપ પહેલા રવિ શાસ્ત્રીની CoA સાથે મુલાકાત દરમિયાન કોચિંગ સ્ટાફ વધારવાની વાત થઈ હતી. ટીમના કોચિંગ સ્ટાફમાં હાલ હેડ કોચ રવિ શાસ્ત્રી સાથે બેટિંગ કોચ સંજય બાંગર,બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર.શ્રીધર છે.

વિન્ડીઝ સામે બે ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત, વિરાટ ફિટ, ધવન આઉટ

જો સ્પિન બોલિંગ કોચની નિમણુક થશે તો તેનાથી સ્ટાફને મજબુતી મળશે સાથે-સાથે સ્પિન બોલિંગની ક્વોલિટી પણ સુધરશે. હાલ ભારતનો પૂર્વ ટોપ સ્પિનર સુનીલ જોષી બાંગ્લાદેશ ટીમને સ્પિન બોલિંગની ટિપ્સ આપી રહ્યો છે. આવા સમયે ભારતીય ટીમ કોની નિમણુક કરશે તે જોવું રસપ્રદ રહેશે.

ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણી પછી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે. એવા સમયે સંભવ છે કે ટીમ ઇન્ડિયા આ પ્રવાસમાં સ્પિન કોચની નિમણુક કરે. આ દરમિયાન ટીમ ઇન્ડિયા ત્રણ ટી-20, ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે રમશે.
First published: September 30, 2018, 5:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading