IPL 2021: સપ્ટેમ્બરમાં થઇ શકે છે આઇપીએલની બાકીની મેચો. BCCIએ આપ્યા સંકેત

IPL 2021: સપ્ટેમ્બરમાં થઇ શકે છે આઇપીએલની બાકીની મેચો. BCCIએ આપ્યા સંકેત

  • Share this:
    નવી દિલ્લી: આઇપીએલ 2021 (IPL 2021)ની બાકીની મેચોનું આયોજન ટી-20 વર્લ્ડ કપની પહેલા થઇ શકે છે. લીગની બાકીની મેચોનું આયોજન સપ્ટેમ્બરમાં થઇ શકે છે. આઇપીએલ 2021માં ખેલાડીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ આઇપીએલને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દેવમાં આવી હતી. આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોમ્બરમાં ભારતમાં ટી-20 વર્લ્ડનું આયોજન થશે. તે સમયે તમામ વિદેશી ટીમો ભારતમાં આવશે. જો બીસીસીઆઇને તે સમયે વિંડો મળે તો આઇપીએલનું આયોજન તે સમયે થઇ શકે છે.

    સમાચાર એંજન્સી એએનઆઇ સાથે વાત કરતા બીસીસીઆઇના એક વરિષ્ટ અધિકારીએ કહ્યું કે સપ્ટેમ્બરમાં જો ભારતમાં કોરોના અંગેની સ્થિતિ નિયંત્રણમાં રહેશે તો લીગનું આયોજન થઇ શકે છે. જણાવી દઇએ કે ગત ચાર દિવસમાં પ્રતિદિન ચાર લાખ કરતા પણ વધારે કોરોના વાયરસના કેસો આવી રહ્યા છે. અત્યારે ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ બેકાબૂ છે. બીસીસીઆઇના અધિકારીએ કહ્યું કે, કેમ નહિ જો વિદેશી ખેલાડીઓ અહિ જ હોય અને કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હોય તો અમે ખરેખર ટી-20 વર્લ્ડ કપ પહેલા આઇપીએલ કરાવી શકીએ છે. અને આ વિશ્વકપની તૈયારી માટે પણ સારો મૌકો હોઇ શકે છે.


    ગાંગુલી અને જય શાહ WTC ફાઇનલ માટે જઇ શકે છે ઈંગ્લેન્ડ, IPL મેચોના આયોજન અંગે કરશે ચર્ચા


    આ દરમિયાન એવા સમાચાર પણ મળી રહ્યા છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ સાઉધમ્પ્ટન ખાતે 18 જૂનથી યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ માટે ઇંગ્લેન્ડ પ્રવાસ કરી શકે છે. આ સમય દરમિયાન, બંને ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે યુકેમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની બાકીની 31 મેચ યોજવાની સંભાવના અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના નીતિગત નિર્ણયો વિશે વાત કરી શકે છે.

    World Test Championship:ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 નક્કી, સીનિયર બોલરો માટે મુશ્કેલી


    આઇપીએલના બાયો-બબલમાં ઘણા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ કોરોના વાયરસથી ચેપ લાગ્યાં બાદ આ ટી 20 લીગ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. મિડલસેક્સ, સરી, વોરવિકશાયર અને લેન્કેશાયર કાઉન્ટીની ટીમોએ આઈપીએલની બાકીની મેચોને ટેબલ લગાવવામાં રસ દાખવ્યો છે. આ સાથે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પણ પોતાના દેશમાં આઈપીએલની હિમાયત કરી હતી.
    Published by:kuldipsinh barot
    First published:May 09, 2021, 16:59 pm

    ટૉપ ન્યૂઝ