ભારતમાં જ નહી પરંતુ આખી દુનિયામાં ક્યાંય શ્રીસંતને ક્રિકેટ રમવા દેશે નહી BCCI!

News18 Gujarati
Updated: May 16, 2018, 7:22 PM IST
ભારતમાં જ નહી પરંતુ આખી દુનિયામાં ક્યાંય શ્રીસંતને ક્રિકેટ રમવા દેશે નહી BCCI!

  • Share this:
આઈપીએલ સ્પોર્ટ ફિક્સિંગમાં ફસાયેલ ક્રિકેટર એસ. શ્રીસંત ગમે તે સ્થિતિમાં ક્રિકેટ મેદાન પર વાપસી કરે તે બીસીસીઆઈ ઈચ્છતું નથી. દિલ્હીની અદાલતે ભલે પુરાવાઓના અભાવના કારણે શ્રીસંતને ક્લિનચીટ આપી દીધી હોય પરંતુ બીસીસીઆઈ બારત જ નહી પકરંતુ કાઉન્ટી ક્રિકેટમાં પણ શ્રીસંતના રમવાના વિરૂદ્ધમાં છે.

શ્રીસંતને લઈને બીસીસીઆઈના આ કડક વલણનો અંદાજો દેશની સૌથી મોટી અદાલત સુપ્રિમ કોર્ટે તે સમયે શ્રીસંત પર લાગેલ પ્રતિબંધ હટાવવાની અરજી પર સુનવણી થઈ.

આ અરજીમાં શ્રીસંતે કાઉન્ટી ક્રિકેટ રમવા માટે તેના તેના પર લાગેલ બોર્ડના પ્રતિબંધ હટાવવાની માંગ કરી હતી. શ્રીસંતનું કહેવું હતું કે, 2013ના સ્પોર્ટ્સ ફિક્સિંગ બાબતમાં તેને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે જેના કારણે તેને કાઉન્ટી ક્રિકેટ રમવાની રજા મળી જોઈએ, જે બોર્ડના પ્રતિબંધના કારણે મળી રહી નથી.

શ્રીસંતની આ દલીલ પર બોર્ડના વકીલનો જવાબ હતો કે, તપાસમાં બહાર આવ્યું હતું કે, શ્રીસંત સટ્ટાબાજના સંપર્કમાં હતો. તે ઉપરાંત વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે, આ માત્ર કાનૂની વાત નથી તેની સાથે બીસીસીઆઈના નિયમના પણ પ્રશ્ન છે અને તેથી બોર્ડ માટે તેના પરથી પ્રતિબંધ ઉઠાવવો શક્ય નથી. સુપ્રિમ કોર્ટમાં બીસીસીઆઈના આ વલણથી સ્પષ્ટ છે કે, ક્રિકેટના મેદાન પર વાપસી કરવાની શ્રીસંતનું સ્વપ્ન સરળતાથી પૂરો થશે નહી.

 
First published: May 16, 2018
વધુ વાંચો
अगली ख़बर