24 માર્ચે આઈપીએલને લઈને મોટો નિર્ણય, વીડિયો કોન્ફરન્સથી થશે મહત્વની બેઠક

News18 Gujarati
Updated: March 21, 2020, 4:32 PM IST
24 માર્ચે આઈપીએલને લઈને મોટો નિર્ણય, વીડિયો કોન્ફરન્સથી થશે મહત્વની બેઠક
24 માર્ચે આઈપીએલને લઈને મોટો નિર્ણય, વીડિયો કોન્ફરન્સથી થશે મહત્વની બેઠક

કોરોના વાયરસના (CoronaVirus)કારણે બીસીસીઆઈ (BCCI)એ આઈપીએલ (IPL) ને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસના (CoronaVirus)કારણે બીસીસીઆઈ (BCCI)એ આઈપીએલ (IPL) ને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી છે. જોકે આ પછી હજુ સુધી નવી તારીખો અને ફોર્મેટની પર કોઈ નિર્ણય કર્યો નથી. 14 માર્ચે બીસીસીઆઈની બેઠક મળી હતી. જેમાં ઘણા વિકલ્પો પર વાત કરવામાં આવી હતી. જોકે કોઈ નિર્ણય લીધો નથી. હવે આશા કરવામાં આવી રહી છે કે મંગળવારે એટલે કે 24 માર્ચે થનારી બેઠકમાં આના પર નિર્ણય કરવામાં આવશે, આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે.

બીસીસીઆઈના સૂત્રએ બતાવ્યું છે કે બીસીસીઆઈ અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી મંગળવારે આગળની રણનીતિ પર રામ કરશે. બીસીસીઆઈનું કાર્યાલય બંધ થઈ ગયું છે અને બધાની સુરક્ષા જોતા બેઠક હોટલમાં કરાવી શકાય નહીં. જેથી બેઠકને વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - Coronavirusથી લડવા માટે આ દિગ્ગજ ક્રિકેટરની અનોખી પહેલ, સેનિટાઇઝર બનાવવાનું શરુ કર્યું

ફ્રેન્ચાઇઝી માલિકો અને બીસીસીઆઈના ટોચના અધિકારીઓ વચ્ચે થયેલી પાછલી બેઠકમાં આઈપીએલની સિઝન ટૂંકી કરવા સહિત છ થી સાત વિકલ્પો પર વાત કરવામાં આવી હતી. બેઠક પછી બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે અમે ફ્રેન્ચાઇઝી માલિકો સાથે મૂલાકાત કરી છે અને તેમને બતાવ્યું છે કે કેવી રીતે થઈ શકે અને હાલના સમયે શું સ્થિતિ છે. અમે પરિસ્થિતિની સમીક્ષા કરીશું.

ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 250થી વધારે લોકો પ્રભાવિત થયા છે. કોરોનાના કારણે સ્પોર્ટ્સની બધી ટૂર્નામેન્ટ રદ થઈ છે અથવા સ્થગિત કરવામાં આવી છે.
First published: March 21, 2020, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading