IPL : BCCIને બે નવી ટીમથી 5000 કરોડ રૂપિયાની આવક થશે, બોર્ડ દ્વારા બીડ મંગાવાઈ

IPL: BCCIને બે નવી ટીમથી 5000 કરોડની આવક થશે, બોર્ડ દ્વારા બીડ મંગાવાઈ

IPL latest news- આગામી સિઝનથી આઇપીએલ 2022માં (IPL 2022) 8ના સ્થાને 10 ટીમો જોવા મળશે, વાર્ષિક 3000 કરોડ રૂપિયા અથવા તેથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને જ બિડિંગ પ્રક્રિયામાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે

  • Share this:
નવી દિલ્હી : બીસીસીઆઈ (BCCI) ડોમેસ્ટિક ટી-20 લીગ આઇપીએલ (IPL) માટે શાનદાર તૈયારીઓ કરી રહ્યું છે. આગામી સિઝનથી આઇપીએલ 2022માં (IPL 2022) 8ના સ્થાને 10 ટીમો જોવા (New IPL Teams)મળશે. બોર્ડે એક ટીમની બેઝ પ્રાઇસ આશરે 2,000 કરોડ રૂપિયા રાખી છે. એવામાં તેને 2 ટીમથી લગભગ 5,000 કરોડ રૂપિયા મળી શકે છે.

મેચની સંખ્યા વધશે

આગામી સિઝનથી 60ને બદલે 74 મેચ રમાશે. વર્તમાન સિઝનની બાકીની 31 મેચો 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં યોજાવાની છે. આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની તાજેતરની બેઠક દરમિયાન બિડિંગ પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં લેવાયા નિર્ણય

બીસીસીઆઇના એક સૂત્રએ ગોપનીયતાની શરતે ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું હતું કે, કોઈપણ કંપની 10 લાખ રૂપિયા ચૂકવીને બિડ ડોક્યુમેન્ટ મેળવી શકે છે. અગાઉ 2 નવી ટીમોની બેઝ પ્રાઇસ 1700 કરોડ રૂપિયા માનવામાં આવી રહી હતી. પરંતુ હવે બેઝ પ્રાઇસ 2000 કરોડ રૂપિયા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દરમિયાન બિડિંગ પ્રક્રિયાની પદ્ધતિઓ નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો - શાહિદ આફ્રીદીએ તાલિબાનના કર્યા જોરદાર વખાણ, લોકોએ કહ્યું- આ મહિલા સશક્તિકરણનો વકીલ

આઇપીએલના નાણાકીય પાસા અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘણી કંપનીઓ બિડિંગ પ્રક્રિયામાં રસ દાખવી રહી છે. જેથી જો બિડિંગ પ્રક્રિયા યોજના મુજબ આગળ વધશે તો બીસીસીઆઈને ઓછામાં ઓછા 5000 કરોડ રૂપિયાનો ફાયદો થશે. તેમણે કહ્યું કે, બીસીસીઆઇ ઓછામાં ઓછા 5000 કરોડ રૂપિયાની અપેક્ષા રાખી રહ્યું છે. આગામી સિઝનમાં આઇપીએલમાં 74 મેચ થશે અને બધાને ફાયદો થશે.

બીડિંગ પ્રક્રિયાના ખાસ નિયમ

વાર્ષિક 3000 કરોડ રૂપિયા અથવા તેથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને જ બિડિંગ પ્રક્રિયામાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે. તેમજ કંપનીઓ જૂથ બનાવી ટીમ ખરીદી શકે તેવી ગોઠવણ પણ થઈ છે. જેનાથી બિડિંગ પ્રક્રિયા વધુ રસપ્રદ બનશે. જોકે, ત્રણથી વધુ કંપનીઓનું જૂથ રચવાની મંજૂરી ના અપાય તેવું પણ બને.

આ દરમિયાન IPL ટીમની માલિકી અને સંચાલનના ટેન્ડરની જાહેરાત BCCI દ્વારા થઈ છે. જેમાં જણાવાયું છે કે, આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલ IPL 2022મી સિઝનથી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લેવા માટે દરખાસ્ત કરાયેલી 2 (બે) નવી ટીમોમાંથી 1 (એક)ની માલિકી અને સંચાલનના અધિકારની ટેન્ડર પ્રક્રિયા મારફતે બીડ મંગાવે છે.

બીડ માટે કેટલીક ટર્મ એન્ડ કન્ડિશન પણ મુકાઈ છે. જેમાં લાયકાત, બીડ પ્રક્રિયા અને રૂ.100000ના નોન રીફંડેબલનો ઉલ્લેખ છે. રસ ધરાવતી પાર્ટીઓએ ittipl2021@bcci.tvનો સંપર્ક કરવા જણાવાયું છે.
First published: