BCCIમાં ટીમ ઇન્ડિયાને લઈને નિકળી વેકેન્સી, આ શરતોને કરવી પડશે પૂરી

News18 Gujarati
Updated: January 18, 2020, 7:29 PM IST
BCCIમાં ટીમ ઇન્ડિયાને લઈને નિકળી વેકેન્સી, આ શરતોને કરવી પડશે પૂરી
પસંદગીકાર એમએસકે પ્રસાદ અને ગગન ખોડાનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે

પસંદગીકાર એમએસકે પ્રસાદ અને ગગન ખોડાનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે

  • Share this:
મુંબઈ : બીસીસીઆઈ (BCCI)એ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ (Indian Men Cricket Team)માટે બે પસંદગીકારોની અરજી મંગાવી છે. આ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે કેટલીક શરતો પણ રાખી છે. આ શરતો પર ખરા ઉતર્યા પછી પસંદગીકારની અરજી પર વિચાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પસંદગીકાર એમએસકે પ્રસાદ (MSK Prasad) અને ગગન ખોડા (Gagan Khoda)નો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. તેમનું સ્થાન ભરવા માટે બીસીસીઆઈએ અરજી મંગાવી છે. બીસીસીઆઈ તરફ જાહેર કરેલી અરજીમાં કહેવાયું છે કે ભારતીય પુરુષ ટીમના રાષ્ટ્રીય પસંદગીકારના બે પદો માટે અરજી મંગાવી છે.

પસંદગીકારના પદ માટે અરજી કરવા ઓછામાં ઓછી 7 ટેસ્ટ મેચ કે 20 ફર્સ્ટ ક્લાસ મુકાબલા અથવા 10 વન-ડે અને 20 ફર્સ્ટ ક્લાસ મેચ રમવાનો અનુભવ હોવો જરુરી છે. આ સિવાય અરજી કરનારે નિવૃત થયાને ઓછામાં ઓછા પાંચ વર્ષ થયા હોવા જોઈએ. આ પસંદગીકારો 2020થી ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન પસંદગી સમિતિ દ્વારા પસંદ થશે.

આ પણ વાંચો - રાજકોટમાં કોહલીએ આ બાળક સાથે પડાવી આવી સેલ્ફી, શું છે કારણ

પસંદગીકાર એમએસકે પ્રસાદ (MSK Prasad) અને ગગન ખોડા (Gagan Khoda)નો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે


આ પહેલા સમાચાર આવ્યા હતા કે વર્લ્ડ કપ વિજેતા પૂર્વ ભારતીય ખેલાડી મદન લાલ (Madan Lal) અને ગૌતમ ગંભીરને (Gautam Gambhir) ટીમ ઇન્ડિયાના પસંદગીકાર પસંદ કરવા માટે બીસીસીઆઈના ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય બનાવવામાં આવી શકે છે. સમિતિમાં ભારતીય મહિલા ટીમની પૂર્વ ખેલાડી સુલક્ષણા નાઇક ત્રીજી સભ્ય હોઈ શકે છે. સમિતિ ફક્ત એક વખત બેઠક કરે તેવી સંભાવના છે કારણ કે સીનિયર પસંદગી સમિતિમાં કાર્યકાળ પુરો કરી ચુકેલા બે સભ્યોનું સ્થાન લેનારની પસંદગી કરવી પડશે.

પસંદગીકારોમાં સરનદીપ સિંહ (ઉત્તર), દેવાંગ ગાંધી (પૂર્વ), જતિન પરાંજપે (પશ્ચિમ)ના ચાર વર્ષના કાર્યકાળમાં એક વર્ષ બાકી છે.
First published: January 18, 2020, 7:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading