BCCIએ શરૂ કરી ભરતીપ્રક્રિયા, NCAમાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ માટે મંગાવી અરજીઓ

તસવીર- PTI

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં બેટિંગ, બોલિંગ (ફાસ્ટ અને સ્પિન) અને ફિલ્ડિંગ કોચ માટે અરજીઓ મંગાવી છે. સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ પોટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર છે

  • Share this:
    નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં બેટિંગ, બોલિંગ (ફાસ્ટ અને સ્પિન) અને ફિલ્ડિંગ કોચ માટે અરજીઓ મંગાવી છે. સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર છે. NCAમાં ઉમેદવારોની વય મર્યાદા 60 વર્ષ છે. BCCIએ NCA બેંગલુરુમાં 11 કોચનાં વાર્ષિક કરારનું રિન્યૂ ન કરવાનો નિર્ણય કર્યો છે. ગયા વર્ષે બીસીસીઆઈએ તેમના કરારોનું રિન્યૂ ન કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં રમેશ પોવાર, સુજીત સોમસુંદર, સુબ્રતો બેનર્જી, રિષિકેશ કાનિતકર અને શિવ સુંદર દાસ નિવૃત્ત ક્રિકેટરોનો સમાવેશ થાય છે.

    નેશનલ ક્રિકેટ એકેડમીમાં વર્તમાન કોચ

    બેટિંગ- રિષિકેશ કાનિતકર અને શિવ સુંદર દાસ
    બોલિંગ - રમેશ પોવાર (સ્પિન) અને સુબ્રતો બેનર્જી (પેસ)
    ક્રિકેટ શિક્ષા પ્રમુખ- સુજીત સોમસુંદરી

    નોંધનીય છે કે રમેશ પોવાર અને શિવ સુંદરદાસ હવે ભારતની મહિલાઓના અનુક્રમે મુખ્ય કોચ અને બેટિંગ કોચ છે. કોવિડ -19ને કારણે કેટલાક સમયની નિષ્ક્રિયતા પછી, બીસીસીઆઈ ફરીથી સંપૂર્ણ રીતે કાર્યરત સ્થિતિમાં છે. તાજેતરમાં ક્રિકેટ કોચ માટે આઠ દિવસનો લેવલ 2 હાઇબ્રિડ કોર્સ યોજવામાં આવ્યો હતો. તેમાં ભારતના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, અભિષેક નાયર, અશોક ડિંડા, દેવાંગ ગાંધી, નમન ઓઝા અને પરવેઝ રસૂલ સામેલ હતા. અગાઉ, BCCIએ NCAમાં 'હેડ ઓફ ક્રિકેટ' પદ માટે અરજી કરવાની સમયમર્યાદા 31 ઓગસ્ટ સુધી વધારી હતી.

    ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે આ પદ માટે ફરી અરજી કરી છે. આ સાથે, તેમણે આગામી ટી 20 વર્લ્ડ કપ બાદ રવિ શાસ્ત્રીને ભારતના મુખ્ય કોચ તરીકે બદલવાની તમામ અટકળોનો અંત લાવ્યો.

    શ્રીલંકા પ્રવાસ બાદ દ્રવિડે ભારતીય ટીમ સાથે સંપૂર્ણ સમયની ભૂમિકા અંગે શંકા વ્યક્ત કરી હતી. જો કે, તેની અરજી પુષ્ટિ કરે છે કે, તે હજુ પણ યુવાન ક્રિકેટરો સાથે કામ કરીને રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને મદદ કરવા માંગે છે.

    આ પણ વાંચો: U20 વર્લ્ડ એથ્લેટિક્સ: શૈલી સિંહએ રચ્યો ઈતિહાસ, લાંબી કૂદમાં જીત્યો સિલ્વર મેડલ

    બીસીસીઆઈની વેબસાઈટ પર નોકરી કરનારની જવાબદારી રહશે જેમાં 'હેડ ક્રિકેટ એનસીએ નેશનલ ક્રિકેટ એકેડેમી તમામ ક્રિકેટ કોચિંગ કાર્યક્રમો ચલાવવા માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશે. તે એકેડમીમાં ટ્રેનિંગમાં હાજર રહેલા તમામ ક્રિકેટરોની તૈયારી, વિકાસ અને પ્રદર્શન માટે જવાબદાર રહેશે.
    Published by:kuldipsinh barot
    First published: