BCCIએ ભારતીય ઘરેલુ ક્રિકટરોની સેલરી વધારવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.તસવીર- BCCI
BCCIએ ભારતીય ઘરેલુ ક્રિકટરોની સેલરી (Indian Domestic Cricketers Salary Increased) વધારવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દરેક સીનિયર ખેલાડીને દરેક મેચ રમાવા માટે 60 હજરા રૂપિયા મળશે. અંડર 19ના ખેલાડીઓને મળશે આટલી રકમ?
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ (BCCI)એ ફરી એક મોટો નિર્ણય લઈને ખેલાડીઓ અને તેમના ચાહકોના દિલ જીતી લીધા છે. હકીકતમાં, સોમવારે BCCIએ ભારતીય સ્થાનિક ક્રિકેટરોના પગારમાં વધારો (Indian Domestic Cricketers Salary Increased) કરવાની જાહેરાત કરી હતી. BCCI એ વરિષ્ઠ સ્થાનિક ક્રિકેટરોનો પગાર વધારીને 60,000 રૂપિયા પ્રતિ મેચ કર્યો છે. 40 કે તેથી વધુ મેચ રમનાર ખેલાડીઓને દરેક મેચ માટે 60 હજાર રૂપિયા મળશે. જ્યારે અંડર -23 અને અંડર -19 ખેલાડીઓના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અંડર -23 ખેલાડીઓને મેચ દીઠ 25 હજાર રૂપિયા અને અંડર -19 ક્રિકેટરોને 20 હજાર રૂપિયા પ્રતિ મેચ આપવામાં આવશે.
સોમવારે બીસીસીઆઈની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. BCCIના સચિવ જય શાહે (Jay Shah) ટ્વિટ કરીને સ્થાનિક ક્રિકેટરોને આ સારા સમાચાર આપ્યા છે. એટલું જ નહીં, 2019-20 ડોમેસ્ટિક સિઝનમાં ભાગ લેનારા ખેલાડીઓને 50 ટકા વધારાની મેચ ફી આપવામાં આવશે. 2020-21 સીઝન રદ્દ થવાને કારણે બીસીસીઆઈએ આ નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, કોરોનાને કારણે 2020-21માં રણજી ટ્રોફી (Ranji trophy) સહિત સમગ્ર ઘરેલુ સીઝન રદ કરવામાં આવી હતી.
I am pleased to announce the hike in match fee for domestic cricketers.
મહત્વનું છે કે, ભારતીય ઘરેલુ ખેલાડીઓને હાલમાં એક રણજી ટ્રોફી મેચ, વિજય હજારે ટ્રોફી (Vijay Hajare Trophy)ની એક મેચ માટે 35 હજાર રૂપિયા મળે છે. બીજી બાજુ, બીસીસીઆઈ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે 17,500 રૂપિયા પ્રતિ મેચ ચૂકવે છે. પરંતુ હવે BCCI એ મેચની ટકાવારી વધારીને 25 હજાર રૂપિયા કરી દીધી છે. જ્યારે સૌરવ ગાંગુલીએ BCCI પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે તેમણે સ્થાનિક ક્રિકેટમાં કરાર પ્રણાલી લાવવાની વાત કરી હતી.
ભારતીય ઘરેલૂ સિઝન 21 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ સિઝનમાં સિનિયર વિમેન્સ વન ડે લીગ અને વિમેન્સ વનડે ચેલેન્જર ટ્રોફી પણ રમાશે. ગયા વર્ષે રદ્દ થયેલી રણજી ટ્રોફી આ વર્ષે 16 નવેમ્બરથી શરૂ થશે અને 19 ફેબ્રુઆરી, 2022 ના રોજ ફાઇનલ થશે. વિજય હજારે ટ્રોફી 23 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી શરૂ થશે. BCCI ની આ સિઝનમાં કુલ 2127 હોમ મેચ રમાશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર