મોટો નિર્ણય : NADAના દાયરામાં આવવા બીસીસીઆઈ થયું તૈયાર

વરસો સુધી ના પાડ્યા બાદ અંતે બીસીસીઆઈ રાષ્ટ્રીય ડોપિંગ નિરોધક એજન્સી (NADA)ના દાયરામાં આવવા માટે તૈયાર થયું

News18 Gujarati
Updated: August 9, 2019, 3:55 PM IST
મોટો નિર્ણય : NADAના દાયરામાં આવવા બીસીસીઆઈ થયું તૈયાર
વરસો સુધી ના પાડ્યા બાદ અંતે બીસીસીઆઈ રાષ્ટ્રીય ડોપિંગ નિરોધક એજન્સી (NADA)ના દાયરામાં આવવા માટે તૈયાર થયું
News18 Gujarati
Updated: August 9, 2019, 3:55 PM IST
વરસો સુધી ના પાડ્યા બાદ અંતે ભારતીય ક્રિકેટ બોર્ડ રાષ્ટ્રીય ડોપિંગ નિરોધક એજન્સી (NADA)ના દાયરામાં આવવા માટે તૈયાર થઈ ગયું છે. રમત-જગત સચિવ રાધેશ્યામ જુલાનિયાએ શુક્રવારે આ જાણકારી આપી.

બીસીસીઆઈ સીઈઓ રાહુલ જોહરી સાથે શુક્રવારે મુલાકાત બાદ જુલાનિયાએ કહ્યું કે બોર્ડે લેખિતમાં આપ્યું છે કે તેઓ નાડાની ડોપિંગ નિરોધક નીતિનું પાલન કરશે. તેઓએ કહ્યું કે, હવે તમામ ક્રિકેટરોનો ટેસ્ટ નાડા કરશે.

આ પણ વાંચો, ધોની જશે લેહ-લદાખ, 15 ઓગસ્ટે તિરંગો ફરકાવશે!

તેઓએ કહ્યુ કે, બીસીસીઆઈએ અમારી સામે ત્રણ મુદ્દા રજૂ કર્યા જેમાં ડોપ ટેસ્ટ કિટ્સની ગુણવત્તા, પેથોલોજિસ્ટની કાબેલિયત અને નમૂના એકત્ર કરવાની પ્રક્રિયા સામેલ હતી. તેઓએ કહ્યું કે, અમે તેમને આશ્વસ્ત કર્યા કે તેમને તેમની જરૂરિયાત મુજબ સુવિધાઓ આપવામાં આવશે પરંતુ તેનો કંઇક ચાર્જ લાગશે. બીસીસીઆઈ બીજાથી અલગ નથી.

આ પણ વાંચો, Video: જયારે વિરાટ કોહલીએ Live મેચમાં કર્યો ડાન્સ

અત્યાર સુધી બીસીસીઆઈ નાડાના દાયરામાં આવવાનો ઇનકાર કરતું રહ્યું છે. તેમનો દાવો રહ્યો છે કે તેઓ સ્વાયત્ત એકમ છે. કોઈ રાષ્ટ્રીય રમત-જગત મહાસંઘ નથી અને સરકાર પાસેથી ફંડિંગ નથી લેતી. રમત-જગત મંત્રાલય સતત કહેતું આવ્યું છે કે બીસીસીઆઈએ નાડા અંતર્ગત આવવું પડશે. હાલમાં જ તેણે દક્ષિણ આફ્રિકા એ અને મહિલા ટીમોને પ્રવાસની મંજૂરી રોકી દીધી હતી ત્યારાબદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે બીસીસીઆઈ પર નાડાના દાયરામાં આવવા માટે દબાણ ઊભું કરવાના ઉદ્દેશ્યથી આવું કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો, ભૂખથી બેહાલ થઈ અનુષ્કા સાથે ગયાનાની ગલીઓમાં ભટકતો રહ્યો કોહલી!
First published: August 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...