દીપિકા પાદૂકોણ પર આર્ટિકલ લખનાર પત્રકારને BCCIએ આપી નોકરી, પગાર જાણીને ચોકી જશો

News18 Gujarati
Updated: March 23, 2018, 6:21 PM IST
દીપિકા પાદૂકોણ પર આર્ટિકલ લખનાર પત્રકારને BCCIએ આપી નોકરી, પગાર જાણીને ચોકી જશો

  • Share this:
નવી દિલ્હી: ફેમસ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદૂકોણના ક્લીવેજના સંબંધમાં 2014માં આર્ટિકલ લખનાર પત્રકાર પ્રિયા ગુપ્તાને 1.65 કરોડની જોબ આપી. પરંતુ આના પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) સચિવ અમિતાભ ચૌધરીએ વાંધો ઉઠાવ્યો છે. ચૌધરીએ જનરલ મેનેજર પદ માટે ગુપ્તાની નિયુક્તિ પર પ્રશ્ન ઉઠાવ્યા અને બોર્ડના સીઈઓ રાહુલ જૌહરીને મેલ કર્યો છે.

ચૌધરીએ મેલમાં પ્રિયા દ્વારા પાદૂકોણ પર લખેલ આર્ટિકલનો પણ ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત ચૌધરીએ પોતાના ઈ-મેલ એક-એક સીઓએને પણ એક-એક અને બોર્ડના અન્ય અધિકારીઓને પણ મેલ કર્યા છે. રિપોર્ટ અનુસાર પ્રિયા ગુપ્તાની નિયુક્તિથી અમિતાભ ચૌધરી જરા પણ ખુશ નથી. ચૌધરીનું માનવું છે કે, ગુપ્તા પાસે હજુ પણ અનુભવની ઉણપ છે.

હજુ સુધી કર્યા નથી હસ્તાક્ષર

ચૌધરીએ પોતાની નારાજગી જોતા પ્રિયા ગુપ્તાની નિયુક્તિના પત્ર પર હજુ હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી. ચૌધરીએ તે સાથે જ સીઓએની પસંદગી પ્રક્રિયા પર પ્રશ્ન ઉઠાવતા આરોપ લગાવ્યો હતો કે બોર્ડ પાસે આવ્યા પહેલા જ જનરલ મેનેજર ઉમેદવારની લિસ્ટને શોર્ટ-લિસ્ટ કરી લેવામાં આવ્યું હતું. જ્યારે બીજી બાજુ પ્રિયાએ આ બાબતે કોઈ જ ટિપ્પણી કરી નથી.
First published: March 23, 2018, 6:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading