Home /News /sport /IPL 2023માં BCCI લાવી રહ્યું છે નવો નિયમ, એક ખેલાડી આખી રમત બદલી નાખશે, જાણો શું છે આ નિયમ
IPL 2023માં BCCI લાવી રહ્યું છે નવો નિયમ, એક ખેલાડી આખી રમત બદલી નાખશે, જાણો શું છે આ નિયમ
ipl 2023 impact player rules
ઈંડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. ફ્રેન્ચાઈઝી 23 ડિસેમ્બરે કેરલમાં આયોજીત થનારા ઓક્શનને લઈને તૈયારીમાં લાગી ગયા છે, તો બીસીસીઆઈ ક્રિકેટના નિયમોમાં અપડેટ લાવી રહ્યું છે.
નવી દિલ્હી: ઈંડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. ફ્રેન્ચાઈઝી 23 ડિસેમ્બરે કેરલમાં આયોજીત થનારા ઓક્શનને લઈને તૈયારીમાં લાગી ગયા છે, તો બીસીસીઆઈ ક્રિકેટના નિયમોમાં અપડેટ લાવી રહ્યું છે. બોર્ડે ઈમ્પેક્ટ પ્લેયર નિયમને લઈને એક મોટી અપડેટ આપી છે. તે વિદેશી ખેલાડીને લઈને છે. આ અપડેટ જાણવા માટે જરુરી છે કે, શું છે આ ઈમ્પેક્ટ પ્લેયર નિયમ.
ઈમ્પેક્ટ પ્લેયર નિયમમાં પ્લેઈંગ ઈલેવનમાં 12 ખેલાડી રમશે. હકીકતમાં ટીમ રમતની વચ્ચે જ પોતાના કોઈ એક ખેલાડીને રિપ્લેસ કરી શકશે. ટૉસથી પહેલા ઈમ્પેક્ટ પ્લેયરના 4 ઓપ્શન ટીમના કપ્તાન અને કોચ મળીને રજૂ કરી શકશે. તે બાદ મેચ દરમિયાન તેમાંથી ટીમ કોઈ એક ખેલાડીને રિપ્લેસ કરી શકે છે. તો વળી બોર્ડ દ્વારા અપડેટ વિદેશી ખેલાડીને લઈ છે.
પ્લેઈંગ ઈલેવનમાં હોવા જોઈએ 3 ખેલાડી
નવા અપડેટમાં બતાવાયુ છે કે, કોઈ ટીમને જો મેચની વચ્ચે કોઈ વિદેશી ખેલાડીને મેદાનમાં ઉતરવો છે, તો તે પ્લેઈંગ ઈલેવનમાં 3 વિદેશી ખેલાડી હોવા જરુરી છે. જો પ્લેઈંગ ઈલેવનમાં પહેલાથી ચાર વિદેશી ખેલાડી હોય, ત્યારે કોઈ પણ ટીમ તેને વિદેશી ખેલાડી તરીકે રિપ્લેસ કરી શકશે નહીં. કોઈ પણ ટીમની પ્લેઈંગ ઈલેવનમાં ચારથી વધારે વિદેશી ખેલાડી હોવા ફરજિયાત નથી.
14મી ઓવર પહેલા કરવો પડશે રિપ્લેસ
ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો ફાયદો કોઈ પણ ટીમને 14મી ઓવર સુધી જ મળી શકશે. ટક્કર દરમિયાન જો 14 ઓવર બાદ કોઈ ટીમ નવો ખેલા઼ડી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેશે, તો તે નિયમ વિરુદ્ધ હશે. તો વળી રિપ્લેસ કરવામાં આવેલ પ્લેયરને આખી ઈનિંગ્સમાં બેટીંગ અને બોલિંગના ચાર ઓવર ફેંકવા મળશે. બીસીસીઆઈએ આ નિયમનું ટ્રાયલ સૈય્યદ મુશ્તાક અલી ટ્રોફીમાં કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર