BCCI આઈપીએલના ખર્ચા ઓછા કરશે, 30 કરોડ રુપિયા બચાવવા કર્યો પ્લાન

News18 Gujarati
Updated: November 6, 2019, 12:34 PM IST
BCCI આઈપીએલના ખર્ચા ઓછા કરશે, 30 કરોડ રુપિયા બચાવવા કર્યો પ્લાન
BCCI આઈપીએલના ખર્ચા ઓછા કરશે, 30 કરોડ રુપિયા બચાવવા કર્યો પ્લાન

ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરે કોલકાતામાં યોજાશે

  • Share this:
નવી દિલ્હી : દરેક વર્ષે ભારતીય ક્રિકેટ બોર્ડ ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ના ઉદ્ઘાટન પર લગભગ 30 કરોડ રુપિયાનો ખર્ચ કરે છે. 2008માં જ્યારે ફ્રેન્ચાઇઝી આધારિત આઈપીએલ (IPL)ભારતીય ક્રિકેટમાં આવ્યું હતું ત્યારથી દર વર્ષે લીગનું ઉદ્ઘાટન ભવ્ય રીતે કરવામાં આવે છે. જેમાં દુનિયાભરના સ્ટાર કલાકારો મંચ ઉપર પર્ફોમન્સ કરવા ઉતરે છે. જોકે હવે બીસીસીઆઈનું માનવું છે કે આઈપીએલની ઓપનિંગ સેરેમની પૈસાની બર્બાદી છે અને બોર્ડે આઈપીએલમાંથી તેને હટાવવાનો નિર્ણય કર્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલ મિટિંગમાં આ મુદ્દે ઘણી ચર્ચા થઈ હતી. જે પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે. બીસીસીઆઈ (BCCI)ના એક અધિકારીએ કહ્યું હતું કે ઓપનિંગ સેરેમની પૈસાની બર્બાદી છે. જેમાં ક્રિકેટ પ્રશંસકોનો કોઈ રસ જોવા મળતો નથી. મંચને સ્ટારથી સજાવવા માટે કલાકારોને મોટી રકમ ચૂકવવી પડે છે. બોર્ડનું માનવું છે કે બોલીવુડ અંદાજમાં ઉદ્ઘાટન સમારોહ ઘણો ખર્ચીલો હોય છે.

આ પણ વાંચો - પંજાબનો સાથે છોડીને આ ટીમ સાથે જોડાશે અશ્વિન, જલ્દી થશે જાહેરાત



છેલ્લા કેટલાક વર્ષોમાં કેટી પેરી, અકોન અને પિટ બુલ જેવા પોપ સ્ટાર્સ ફાયરવર્ક અને લેઝર શો વચ્ચે આઈપીએલ ઓપનિંગ સેરેમનીમાં પર્ફોમન્સ કરી રહ્યા છે. આઈપીએલનો આ સમારોહ બોલીવુડ સ્ટાર્સથી પણ સજેલો રહે છે. 2019માં પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા આતંકવાદી હુમલાના કારણે ઓપનિંગ સેરેમની રદ કરવામાં આવી હતી. ઓપનિંગ સેરેમનીમાં ખર્ચ થનાર 20 કરોડ રુપિયા સીઆરપીએફ, ભારતીય આર્મી, નેવી અને એરફોર્સને દાન કરી દીધા હતા

આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલ મિટિંગમાં આઈપીએલ 2020 (IPL 2020)ની હરાજીની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરે કોલકાતામાં યોજાશે. ખરાબ અમ્પાયરિંગને સુધારવા માટે આ સિઝનમાં એક વધારાના અમ્પાયર પર નિર્ણય કરવામાં આવ્યો છે. જે વિશેષ રુપથી નો બોલ પર નજર રાખશે.
First published: November 6, 2019, 12:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading