Home /News /sport /BCCI Contract List: આ ગુજરાતી ક્રિકેટરની કમાણી વધશે, આ ખેલાડીના ખિસ્સા પર કાતર ફરી ગઈ
BCCI Contract List: આ ગુજરાતી ક્રિકેટરની કમાણી વધશે, આ ખેલાડીના ખિસ્સા પર કાતર ફરી ગઈ
બીસીસીઆઈનું વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટ
BCCI Central Annual Contract: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ રવિવારે રાત્રે 2022-23 સીઝન માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. જેમાં સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ ઈનામ મળ્યું તો એક સમયના કેપ્ટનના દાવેદાર ઓપનરની અધોગતિ થઈ છે. કોન્સ્ટ્રાક્ટ લિસ્ટમાં બીસીસીઆઈએ 26 ખેલાડીઓને જગ્યા આપી છે.
નવી દિલ્હીઃ કેએલ રાહુલની મુશ્કેલી ઓછી થઈ રહી નથી, બીબીસીસીઆઈએ વાર્ષિક કોન્ટ્રાક્ટ માટે ઓપનરને વધુ એક ઝાટકો આપ્યો છે. બોર્ડે કેએલ રાહુલને ગ્રેડ Aથી હટાવીને ગ્રેડ Bમાં નાખી દીધો છે. કેએલ રાહુલને ઓક્ટોબર 2021થી સપ્ટેમ્બર 2022 સુધી ગ્રેડ Aમાં રાખવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટ માટે 4 અલગ-અલગ ગ્રેડ નક્કી કર્યા છે. જેમાં A+ ગ્રેડવાળા ખેલાડીઓને વર્ષે 7 કરોડ, A ગ્રેડવાળાને 5 કરોડ, B ગ્રેડવાળાને 3 કરોડ અને C ગ્રેડવાળા પ્લેયર્સને 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરુઆત પહેલા કેએલ રાહુલને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સિરીઝની શરુઆતની 2 મેચમાં ખરાબ પ્રદર્શન બાદ બીસીસીઆઈએ તેની પાસેથી આ જવાબદારી છીનવી લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ બે 2 ટેસ્ટમાંથી કેએલ રાહુલને પ્લેઈંગ 11માંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, ઓપનરને પાછલી સીઝનમાં 5 કરોડ રૂપિયા અપાતા હતા પરંતુ હવે માત્ર 3 કરોડ જ આપવામાં આવશે.
કેએલ રાહુલને મળ્યો મોટો ઝટકો
કેએલ રાહુલને ઓસ્ટ્રેલિયા સામેની નાગપુર ટેસ્ટની પહેલી ઈનિંગ્સમાં 20 રન બનાવ્યા હતા, બીજી ટેસ્ટ મેચમાં તેણે 17 અને 1 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે પાછલી 10 ટેસ્ટ મેચમાં એકે વાર 23 રનથી વધુ સ્કોર કર્યો નથી. બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સંભાળનારા કેએલ રાહુલ ના ખરાબ ફોર્મના કારણે T20 અને વનડે બાદ ટેસ્ટમાંથી પણ વાઈસ કેપ્ટનશીપ ગુમાવવી પડી હતી, IPLમાં કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન છે.
કયા ખેલાડીઓને કયા ગ્રેડમાં સમાવાયા?
બીસીસીઆઈ દ્વારા વાર્ષિક કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સૌથી મોટો ફાયદો ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને થયો છે, તેને હવે A ગ્રેડમાંથી A+ ગ્રેડમાં મૂકવામાં આવ્યો છે. ટોપ ગ્રેડમાં જાડેજા સિવાય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ છે. હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, રિષભ પંત અને અક્ષર પટેલને A ગ્રેડમાં જગ્યા મળી છે. ગ્રેડ Bમાં કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર અને મોહમ્મદ સિરાજ છે. બીસીસીઆઈએ C ગ્રેડમાં 11 ખેલાડીઓને રાખ્યા છે, જેમાં શિખર ધવન, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડ્ડા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, સંજૂ સેમસન, વોશિંગટન સુંદર, અર્શદીપ સિંહ અને કેએસ ભારતને સ્થાન આપ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર