ચાર તબક્કામાં ટીમ ઇન્ડિયા કરશે મેદાનમાં વાપસી, બીસીસીઆઈની તૈયારી પૂરી

ચાર તબક્કામાં ટીમ ઇન્ડિયા કરશે મેદાનમાં વાપસી, બીસીસીઆઈની તૈયારી પૂરી
ચાર તબક્કામાં ટીમ ઇન્ડિયા કરશે મેદાનમાં વાપસી, બીસીસીઆઈની તૈયારી પૂરી

ક્રિકેટર્સ ઘરમાં કેદ થયાને લગભગ બે મહિના થઈ ગયા છે. માર્ચમાં દક્ષિણ આફ્રિકા સામે ઘરેલું શ્રેણી રદ થયા પછી ટીમ ઇન્ડિયા મેદાનથી બહાર છે

 • Share this:
  નવી દિલ્હી : ક્રિકેટર્સ ઘરમાં કેદ થયાને લગભગ બે મહિના થઈ ગયા છે. માર્ચમાં દક્ષિણ આફ્રિકા સામે ઘરેલું શ્રેણી રદ થયા પછી ટીમ ઇન્ડિયા મેદાનથી બહાર છે. જોકે મુશ્કેલીના સમયમાં વિરાટ કોહલીની સેના (Virat Kohli)ઘરે પોતાના ફિટનેસ અને માનસિક સ્વાસ્થ્ય પર કામ કરી રહી છે. કેટલાક સમય પહેલા બીસીસીઆઈ(Bcci)એ કિકેટર્સની મેદાનમાં વાપસી માટે ચાર સ્ટેજનો પ્રોગામ તૈયાર કર્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના મતે બીસીસીઆઈ સચિવ જય શાહ આ ચાર સ્ટેજની પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે.

  પ્રથમ તબક્કો - લૉકડાઉન (Lockdown)માટે બીસીસીઆઈ સાથે કરારબદ્ધ ખેલાડીઓને કેટલાક સવાલ આપવામાં આવ્યા છે. જેનાથી સમજી શકાય કે લૉકડાઉન દરમિયાન તેમની પાસે શું સુવિધા ઉપલબદ્ધ હતી અને તેને ધ્યાનમાં રાખીને આગળનું કામ કરવામાં આવશે. જેમ કે હાલના સમયે મોહમ્મદ શમી પોતાના ફાર્મહાઉસ પર છે. જ્યાં મોટું મેદાન તેની પાસે છે. જ્યારે ભુવનેશ્વર એપાર્ટમેન્ટમાં બંધ છે અને તે પોતાના નાના જિમમાં ટ્રેનિંગ કરી રહ્યો છે. ટીમ ઇન્ડિયાના ફિઝિયોથેરેપિસ્ટ નીતિન પટેલ અને ટ્રેનર નિક બેવને પણ બાકી કોચ સાથે એપની એક્સેસ આપવામાં આવી છે.  આ પણ વાંચો - કોરોના વાયરસના કારણે ટેન્ટમાં રહેવા મજબૂર છે આ ક્રિકેટર, કહ્યું - બધુ નષ્ટ થઈ ગયું

  બીજો તબક્કો - એક વખત આંશિક લૉકડાઉન પ્રભાવી થઈ જાય તો આખો કાર્યક્રમ બદલી જશે, ખેલાડીઓને સ્થાનિય સ્ટેડિયમમાં મોકલવામાં આવશે અને કૌશલ પ્રમાણે પ્રોગ્રામ શરુ કરવામાં આવશે.

  ત્રીજો તબક્કો - બીસીસીઆઈના મતે તે ક્રિકેટર્સને ખાસ કેન્દ્રમાં લાવવા માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં વ્યસ્ત છે. જેને કેટલાક સપ્તાહમાં ફાઇનલ કરી દેવામાં આવશે. એક વખત સામાન્ય જીવન શરુ થયા પછી કૌશલ આધારિત પ્રોગ્રામથી પસાર થવું પડશે અને એક શહેરથી બીજા શહેર જવું પણ સંભવ થઈ જશે.

  ચોથો તબક્કો - ક્રિકેટને ફરીથી શરુ કરવાને લઈને બીસીસીઆઈ સ્પષ્ટ છે કે મેદાન પર આવનાર ખેલાડીઓની ફિટનેસ અને માનસિકતા યોગ્ય ફ્રેમમાં હોવી જરુરી છે.

  બધાની જેમ બીસીસીઆઈ પણ ભારતીય ટીમ માટે ઘરેથી કામ કરી રહી છે. કેટલાક સમય પહેલા બીસીસીઆઈએ સીનિયર ટીમના બધા ખેલાડી, કોચ અને સપોર્ટ સ્ટાફ માટે વીડિયો આધારિત એપ્લિકેશન શરુ કરી હતી.
  Published by:News18 Gujarati
  First published:May 14, 2020, 17:31 pm

  ટૉપ ન્યૂઝ