Home /News /sport /BCCI કરી શકે છે હાઈ લેવલની મીટિંગ, સિનિયરોનું પત્તુ કપાશે તો ધોનીની થશે વાપસી

BCCI કરી શકે છે હાઈ લેવલની મીટિંગ, સિનિયરોનું પત્તુ કપાશે તો ધોનીની થશે વાપસી

સિનિયરોનું પત્તુ કપાશે તો ધોનીની થશે વાપસી

BCCI: BCCI હવે વર્લ્ડ કપ જીત્યા વગર ભારત પરત આવેલી ક્રિકેટ ટીમને ફરી બદલવાની યોજના ઘડી રહી છે. ઉલ્લેખનીય છે કે, BCCI બોર્ડ T20 વર્લ્ડ કપ 2022માં ધોનીને મેન્ટર તરીકે ટીમ સાથે મોકલી ચૂક્યા છે.

BCCI: ભારતે આ ટી20 વર્લ્ડ કપમાં કારમી હાર મેળવી હતી. આ હાર ખુબ જ શરમજનક રહી છે. કારણ કે, દરેકને આશા હતી કે આ વર્લ્ડ કપમાં ભારતનો જ વિજય થવાનો છે. પરંતુ ઇગ્લેન્ડ સામે ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. જે ભાદ ઘણા દિગ્ગજ ક્રિકેટરોઓ પોતાના નિવેદનો આપ્યા છે. જેથી આવતા ટૂર્નામેન્ટમાં BCCI દ્વારા ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવી શકે છે. સ્વભાવીક છે કે, સિનિયર ખેલાડીઓના પત્તા પણ કપાઈ શકે છે.

BCCI એક્શન મોડમાં આવી


આવનારી ટૂર્નામેન્ટને લઈ BCCI એક્શન મોડમાં આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ભારતે સૌપ્રથમ 1983માં કપિલ દેવની કેપ્ટનશીપમાં વર્લ્ડ કપ ભારતના નામે કર્યો હતો. તે બાદ ભારતે પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ જીત્યો હતો. આ સાથે સાથે મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 2011માં પણ વર્લ્ડ કપ પોતાની નામે કર્યો હતો. પરંતુ ધોનીએ 15 ઓગસ્ટ 2020માં વન-ડે અને ટી20માંથી સંન્યાસ લઈ લીધો હતો.

ક્રિકેટ ટીમને ફરી બદલવાની યોજના


ભારતની ક્રિકેટ ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીને યાદ કરવામાં આવે છે. ધોનીએ ભારતને મુશ્કેલ હાલાતમાં પણ જીતનો સ્વાદ ચખાડ્યો છે. MSએ 15 ઓગસ્ટ 2020ના રોજ વન-ડે અને T20માંથી સન્યાસ લીધો. તેમણે 30 સપ્ટેમ્બર 2014ના રોજ ઓસ્ટ્રેલિયામાં અંતિમ ટેસ્ટ રમી આ ફોર્મેટમાંથી નિવૃતિ લીધી હતી. BCCI હવે વર્લ્ડ કપ જીત્યા વગર ભારત પરત આવેલી ક્રિકેટ ટીમને ફરી બદલવાની યોજના ઘડી રહી છે. ઉલ્લેખનીય છે કે, BCCI બોર્ડ T20 વર્લ્ડ કપ 2022માં ધોનીને મેન્ટર તરીકે ટીમ સાથે મોકલી ચૂક્યા છે.

આ પણ વાંચો: "હોશિયાર ન બનો, પ્રશ્નોના જવાબ આપો...": મોરબી અકસ્માતમાં ગુજરાત સરકારને કોર્ટેની ઝાટકણી

ધોનીની એક્સપર્ટ સ્કિલ્સની મદદ લેવાનો વિચાર


મળતી વિગતો અને એક રિપોર્ટ પ્રમાણે BCCI ઈંગ્લેન્ડની જેમ ફીયરલેસ ક્રિકેટ રમનાર ટીમ બનાવાની યોજના બનાવી રહી છે. તો નોંધનીય છે કે, તેમાં તેઓ ધોનીની એક્સપર્ટ સ્કિલ્સની મદદ લેવાનો વિચાર કરી રહ્યા છે. વિગતો પ્રમાણે તેના પર જલ્દી નિર્ણય લેવામાં આવી શકે છે. ધોનીને BCCI મોટી જવાબદારી સોંપી શકે છે. મળતી માહિતી પ્રમાણે તેમને લિમિટેડ ઓવર એટલે કે, T20 અને વન-ડે માટે કોચ અથવા ડાયરેક્ટર બનાવી શકે છે.

હાર્દિક પંડ્યા બની શકે છે કપ્તાન


BCCIના સોર્સ પહેલા પણ કહી ચૂક્યા છે કે, 2 વર્ષ પછી જૂન 2024માં થનાર વર્લ્ડ કપને લઈને બદલાવ કરવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યા બોર્ડની પસંદ છે. તેમને ટીમ તરફથી લાંબા સમયની કેપ્ટનશીપ સોંપવાનો નિર્ણય કરવામાં આવી શકે છે. કારણ કે તેના પરફોમન્સ છેલ્લા ઘણા સમયથી સારૂ જોવા મળ્યું છે. તેની કેપ્ટનશીપમાં આઈપીએલમાં ગુજરાતની ટીમ પોતાની ડેબ્યૂમાં જ ચેમ્પિયનશીપ બની હતી.
First published:

Tags: Bcci T20 World Cup, Indian cricket news, Indian cricketer, Ms dhoni