Home /News /sport /બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબિયત ફરી ખરાબ, હોસ્પિટલમાં દાખલ

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબિયત ફરી ખરાબ, હોસ્પિટલમાં દાખલ

સૌરવ ગાંગુલીની તબિયત ફરી ખરાબ, હોસ્પિટલમાં દાખલ

થોડા સપ્તાહ પહેલા હળવો હાર્ટ અટેક આવ્યા બાદ સૌરવ ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી

નવી દિલ્હી : પૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈ (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલીની (Sourav Ganguly) તબિયત ફરીથી ખરાબ થઈ છે અને તેમને કોલકાતાની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા સપ્તાહ પહેલા હળવો હાર્ટ અટેક આવ્યા બાદ સૌરવ ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

થોડા સપ્તાહ પહેલા ગાંગુલીના રિપોર્ટમાં હૃદય સંબંધિત ટ્રિપલ વેસલ ડીસીઝ હોવાનું સામે આવ્યું હતું. તેમની હૃદયની ત્રણ કોરોનરી ધમનીઓમાં અવરોધ થઈ ગયો છે. તેમની બીજી એન્જિયોપ્લાસ્ટી બાદમાં થવાની શક્યતા છે.



આ પણ વાંચો - ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે હવે પાસ કરવો પડશે નવો ફિટનેસ ટેસ્ટ, BCCIનો મોટો નિર્ણય

થોડા સપ્તાહ પહેલા ડોક્ટરોએ ગાંગુલીને એકદમ ફિટ ગણાવ્યો હતો. ગાંગુલીને 7 જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ આરામ લેવાના સવાલ પર તેણે મીડિયાને કહ્યું હતું કે બોડી જેમ રિએક્ટ કરશે એમ કરશે.
First published:

Tags: Sourav ganguly, બીસીસીઆઇ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો