IPL 2022માં 10 ટીમો ભાગ લેશે, એક ટીમ અમદાવાદની બને તેવી સંભાવના

IPL 2022માં 10 ટીમો ભાગ લેશે, એક ટીમ અમદાવાદની બને તેવી સંભાવના
અમદાવાદ ખાતે યોજાયેલી BCCIની 89મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM)માં આ નિર્ણય કરવામાં આવ્યો

અમદાવાદ ખાતે યોજાયેલી BCCIની 89મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM)માં આ નિર્ણય કરવામાં આવ્યો

  • Share this:
    અમદાવાદ : BCCIની 89મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM)અમદાવાદ ખાતે યોજાઈ હતી. આ એજીએમમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે 2022થી IPLમાં 8ની જગ્યાએ 10 ટીમો ભાગ લેશે.

    હાલ આઈપીએલમાં 8 ટીમો ભાગ લેશે. આ પહેલા અંદાજ લગાવવામાં આવતો હતો કે આઈપીએલ-2021માં જ બે ટીમો વધારવામાં આવી શકે છે. જોકે આ વર્ષે મેગા ઓક્શન પણ થવાની છે જેના કારણે 10 ટીમોને 2022થી રમાડવામાં આવશે.



    અદાણી અને ગોયન્કા ખરીદશે નવી ટીમ?

    આઈપીએલની બે નવી ટીમોના માલિક કોણ હશે એ સવાલ બધા માટે રસપ્રદ છે. રિપોર્ટ પ્રમાણે આઈપીએલની ટીમ ખરીદવાની રેસમાં અદાણી ગ્રૂપ અને સંજીવ ગોયન્કા ગ્રપ આગળ રહેશે. આઈપીએલમાં એક ટીમ અમદાવાદની હોઈ શકે છે જેને ખરીદવાની ઇચ્છા અદાણી ગ્રૂપે પહેલા જ વ્યક્ત કરી છે. અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ બનીને તૈયાર છે.

    ...તો 2028ના ઓલિમ્પિકમાં ક્રિકેટ જોવા મળશે

    અમદાવાદમાં યોજાયેલી એજીએમમાં બે અન્ય મોટા સમાચાર આવ્યા છે. સૂત્રોના મતે બધા પ્રથમ શ્રેણી ક્રિકેટરો (મહિલા અને પુરુષ બંને)ને કોરોના મહામારીના કારણે ઘરેલું સત્ર સીમિત રહેવાના કારણે ઉચિત સહાય કરવામાં આવશે. સાથે સૂત્રોનું માનીએ તો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઈઓસી)થી કેટલાક સ્પષ્ટીકરણ પછી બીસીસીઆઈ ક્રિકેટને 2028ના ઓલિમ્પિકમાં સામેલ કરવાના આઈસીસીની વાતનું સમર્થન કરશે.

    આ પણ વાંચો - ગાવસ્કર ભડક્યા- કોહલીને પેટરનિટી લીવ મળી જ્યારે નટરાજન હજુ તેની દીકરીનો ચહેરો જોઈ શક્યો નથી

    ઓક્ટોબરમાં T20 વર્લ્ડ કપ ભારતમાં જ યોજાશે

    આ એજીએમમાં રાજીવ શુકલાને BCCIના વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. 5 લાખના બદલે ખેલાડીઓનો મેડિકલ ઇન્શ્યોરન્સ 10 લાખનો કરવામાં આવ્યો છે. ઓક્ટોબરમાં આયોજિત T20 વર્લ્ડ કપ ભારતમાં જ યોજાશે. ટેક્સ માફી થાય કે ના થાય ભારતમાં જ વર્લ્ડ કપ રમાશે.

    નવા અંદાજમાં રમાશે મેચ

    2022માં જ્યારે 10 ટીમો આઈપીએલમાં રમશે તો તેના ફોર્મેટમાં ફેરફાર આવી શકે છે. હાલ આઈપીએલ રાઉન્ડ રોબિન અંદાજમાં રમાય છે. જેમાં એક ટીમ એકબીજા સામે 2-2 વખત ટકરાય છે અને વધારે પોઇન્ટ મેળવનાર 4 ટીમો ક્વોલિફાયર રમે છે. જોકે 10 ટીમો સાથે ફોર્મેટ અલગ હોવાની સંભાવના છે. જેમાં ટીમોને બે ગ્રૂપમાં વહેંચવાની વાત કરવામાં આવી રહી છે. જોકે આ વિશે સત્તાવાર જાહેરાત થઈ નથી.
    Published by:Ashish Goyal
    First published:December 24, 2020, 16:11 pm

    ટૉપ ન્યૂઝ