IPL 2021 માટે ભારત-ઈંગ્લેન્ડની સીરીઝની અંતિમ ટેસ્ટ રદ્દ કરવાની તૈયારીમાં BCCI!

IPL 2021 માટે ભારત-ઈંગ્લેન્ડની સીરીઝની અંતિમ ટેસ્ટ રદ્દ કરવાની તૈયારીમાં BCCI!

  • Share this:
    નવી દિલ્લી: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2021માં સ્થાગિત થયા બાદ હવે બીસીસીઆઈ સામે મોટું ચેલેન્જ વધેલી મેચો કરવવાનું છે. મળતી માહિતી અનુસાર બીસીસીઆઈ સપ્ટેમ્બરમાં આ ટૂર્નામેન્ટ ઈંગ્લેન્ડમાં કરાવવા ઈચ્છે છે. અને તેના માટે ઈબીસી સાથે સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બીસીસીઆઈએ એવી માગ કરી છે કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટૂર્નામેન્ટના કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવે અને તેથી બીસીસીઆઇ આઈપીએલ 2021 આયોજન કરી શકે છે.

    ઇંગ્લેન્ડના અખબાર ટેલિગ્રાફના અહેવાલ મુજબ, બીસીસીઆઈએ ઇસીબીને કહ્યું છે કે, કાં તો એક સપ્તાહ પહેલા પહેલી ટેસ્ટ શરૂ કરવી જોઈએ અથવા તો શ્રેણીની પાંચમી ટેસ્ટ રદ કરવી જોઈએ. આપને જણાવી દઇએ કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ 4 ઓગસ્ટથી નોટિંગહામમાં શરૂ થશે. તે જ સમયે, શ્રેણીની પાંચમી ટેસ્ટ 10 સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં યોજાવાની છે.



    શું આઇપીએલ 2021 ઇંગ્લેન્ડમાં યોજાશે?

    મળતા અહેવાલો મુજબ બીસીસીઆઈ આઈપીએલ 2021ની બાકીની મેચ ફક્ત ઇંગ્લેંડમાં જ થઈ શકે છે. ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમોએ પણ બીસીસીઆઈને આઈપીએલ મેચ યોજવાની ઓફર કરી છે. જો બીસીસીઆઈ આઇપીએલ 2021ની બાકીની મેચનું ઇંગ્લેંડમાં આયોજન કરે છે, તો ઇસીબી આર્થિક લાભ લઈ શકે છે. ઇસીબીને કોરોનાને કારણે ઘણું નુકસાન થયું છે, તેથી તે બીસીસીઆઈની ઓફર પર વિચાર કરી શકે છે.

    જો કે, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસરે ઇંગ્લેન્ડમાં આઇપીએલ 2021ના ​​આયોજનનું સૂચન કર્યું છે. મોન્ટી પાનેસરના મતે, જો સપ્ટેમ્બર મહિનામાં આઇપીએલ ઇંગ્લેન્ડમાં યોજાય છે, તો તે વરસાદમાં ટૂર્નામેન્ટની ઘણી મેચ ધોઈ શકે છે. ખરેખર, સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડમાં ઘણો વરસાદ પડે છે અને આ કારણે ઘણી મેચો રદ થઈ શકે છે.
    Published by:kuldipsinh barot
    First published:May 24, 2021, 22:16 IST

    ટૉપ ન્યૂઝ