BCCIની મોટી જાહેરાત: 2021-22નું ભારતીય ટીમનું શિડ્યુલ જાહેર, જાણો ક્યારે કોની સાથે થશે મેચ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ સોમવારે 20 સપ્ટેમ્બરે તેની 9 મી એપેક્સ કાઉન્સિલ બેઠક યોજી હતી. તસવીર- BCCI

બીસીસીઆઈ (BCCI) એ 2021-22 ઈન્ટરનેશનલ હોમ સીઝનની જાહેરાત કરી છે. BCCIએ પણ માહિતી આપી છે કે, ભારતીય ટીમ કઈ ટીમનો સામનો કરશે. જૂન 2022 સુધીમાં ચાર દેશો ભારતની મુલાકાતે આવશે.

  • Share this:
    નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સોમવાર, 20 સપ્ટેમ્બરે તેની 9 મી એપેક્સ કાઉન્સિલ બેઠક યોજી હતી. આ બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં 2021-22 આંતરરાષ્ટ્રીય હોમ સિઝનની જાહેરાતનો કરવામાં આવી છે. BCCIએ પણ માહિતી આપી છે કે, ભારતીય ટીમ કઈ ટીમનો સામનો કરશે. જૂન 2022 સુધી ચાર દેશો ભારતના પ્રવાસે આવશે અને જૂન 2022 સુધી ભારતમાં સતત ક્રિકેટ રમાશે.

    આઇસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) પછી, ન્યુઝીલેન્ડની ટીમ ભારતની મુલાકાત લેશે, જ્યાં નવેમ્બર અને ડિસેમ્બરમાં બંને દેશો વચ્ચે ત્રણ ટી 20 આંતરરાષ્ટ્રીય અને બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ પછી, વેસ્ટ ઇન્ડીઝની ટીમે ભારતનો પ્રવાસ કરવાનો છે, જ્યાં ફેબ્રુઆરી 2022ના મહિનામાં 3-3 મેચોની ટી 20 અને વનડે શ્રેણીનું આયોજન કરવામાં આવશે. ફેબ્રુઆરી-માર્ચ 2022 માં શ્રીલંકાની ટીમ ભારત આવશે, જે બે ટેસ્ટ અને ત્રણ ટી 20 મેચ રમશે. આ સિવાય જૂન 2022 માં દક્ષિણ આફ્રિકા ભારતની મુલાકાત લેવાનું છે. બંને દેશો વચ્ચે પાંચ મેચની ટી 20 શ્રેણી રમાશે.

    India vs New Zealand T20I and Test Series Schedule

    પ્રથમ ટી-20 - 17 નવેમ્બર 2021- જયપુર
    બીજી ટી-20- 19 નવેમ્બર-2021- રાંચી
    ત્રીજી ટી-20 - 21 નવેમ્બર 2021 -કોલકત્તા
    પ્રથમ ટેસ્ટ -25 નવેમ્બર 2021થી કાનપુર
    બીજી ટેસ્ટ 7 ડિસેમ્બર 2021 થી મુંબઈ

    India vs West Indies ODI and T20I Series Schedule

    પ્રથમ ODI 6 ફેબ્રુઆરી 2022 - અમદાવાદ
    બીજી ODI 9 ફેબ્રુઆરી 2022- કોલકત્તા
    ત્રીજી T20 15 ફેર્બુઆરી 2022 કટક
    બીજી T20 18 ફેબ્રુઆરી 2022 - વિશાખાપટ્ટનમ
    ત્રીજીT20 20 ફેબ્રુઆરી 2022- ત્રિવેન્દ્રમ

    India vs Sri Lanka Test and T20I Series Schedule

    પ્રથમ ટેસ્ટ- 25 ફેબ્રુઆરી 2022થી- બેંગ્લુરુ
    બીજી ટેસ્ટ- 5 માર્ચ 2022થી- મોહાલી
    પહેલી T20- 13 માર્ચ 2022થી મોહાલી
    બીજી T20 - 15 માર્ચ 2022- ધર્મશાલા
    ત્રીજી T20- 18 માર્ચ 2022- લખનઉ

    આ પણ વાંચો: IPL 2021: વિરાટ કોહલી આજે મેદાનમાં બનાવશે અનોખો રેકોર્ડ, આવુ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી

    India vs South Africa T20I Series Schedule

    પ્રથમ T20- 9 જૂન 2022- ચેન્નાઈ
    બીજી T20- 12 જૂન 2022 બેગલુરુ
    ત્રીજી T20- 14 જૂન 2022 - નાગપુર
    ચોથી T20- 17 જૂન 2022 - રાજકોટ
    પાંચમી T20- 19 જૂન 2022 - દિલ્હી
    Published by:kuldipsinh barot
    First published: