IPL 2021: દિપક હુડ્ડાની વધી શકે છે મુશ્કેલી, આ કારણે BCCIના એન્ટી કરપ્શન યૂનિટની રડારમાં

દિપક હુડ્ડાએ તેના સોશિયલ મીડિયા પોસ્ટના બીસીસીઆઈની એન્ટી કરપ્શન યૂનિટની રડારમાં આવી ગયો છે. તસવીર- espncricinfo

IPL 2021: પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર (Punjab Kings) ખેલાડી દિપક હુડ્ડા (deepak-hooda)એ તેના સોશિયલ મીડિયા પોસ્ટ અંગે બીસીસીઆઈની એન્ટી કરપ્શન યૂનિટની રડારમાં આવી ગયો છે.

  • Share this:
    નવી દિલ્હી: બીસીસીઆઈ (BCCI)ના એન્ટી કરપ્શન યૂનિટ (ACU) યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલ (IPL 2021) પર કડક નજર રાખી રહ્યું છે. પંજાબ કિંગ્સ (Punjab Kings)ના ઓલરાઉન્ડર ખેલાડી દિપક હુડ્ડા (deepak-hooda)એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી જેને લઈને બીસીસીઆઈની એન્ટી કરપ્શન યૂનિટની રડારમાં આવી ગયો છે. ખરેખર આઈપીએલની 32મી મેચમાં પંજાબ અને રાજસ્થાન (PBKS vs RR) વચ્ચે મંગળવારે રમાઈ હતી. મેચ શરૂ થયા પહેલા દિપક હુ્ડ્ડાએ તેના સોશિયલ મીડિયા પર તેની એક તસવીર પોસ્ટ કરી હતી. એન્ટી કરપ્શન યૂનિટ આ વાત અંગે હુ્ડ્ડ પર ભ્રષ્ટાચારની દિશામાં તપાસ કરી શકે છે.

    સમાચાર એજન્સી એનઆઈએ સાથે વાત કરતા એસીયુના એક અધિકારી કહ્યું કે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પોસ્ટને ટીમ દ્વારા નજરઅંદાજ કરવામાં આવી ત્યારે તે નક્કી આ અંગે ધ્યાન આપશે અને કોઈ ગેરરીતિ થઈ છે કે નહિ તે અંગે તપાસ કરશે. મહત્વનું છે કે, અમારી પાસે પ્રતિબંધ છે કે, ટીમની રચના અથવા પ્લેઇંગ 11 વિશે કોઇ વાત નહીં થાય. દીપક હુડ્ડાની આ પોસ્ટ પરથી લાગે છે કે, તે પ્લેઇંગ 11માં સામેલ છે અને સાંજે મેચ રમવા જઇ રહ્યો છે.

    સોશિયલ મીડિયા પર ચાહકોના સંદેશાઓ પર ક્રિકેટરોએ કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ તે અંગે કોઈ ચર્ચા થઈ છે કે, કેમ તે અંગે પૂછવામાં આવતા, ACUના અધિકારીએ કહ્યું કે, શું કરવું અને શું ન કરવું તે અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા ખેલાડીઓને આપેલી છે. ગયા વર્ષથી એસીયુના વડા અજીત સિંહે કહ્યું હતું કે, તેમની ટીમ દ્વારા સોશિયલ મીડિયાની ક્રિયા પ્રતિક્રિયાઓ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

    ભૂતપૂર્વ ACU ચીફ કે અજીત સિંહે કહ્યું હતું કે, જુઓ જ્યારે મેચ સ્થળોની સંખ્યા ઓછી હોય અને કોરોના રોગચાળાને કારણે ફિઝિકલ મૂવમેન્ટ સમસ્યા હોય, ત્યારે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી શકાય છે. તેથી, અમે તેની નજીકથી દેખરેખ રાખવા જઈ રહ્યા છીએ અને સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે, એસીયુની આંખોમાંથી કંઈ બાકી ન રહે.

    આ પણ વાંચો: "What An Over"- બુમરાહ અને સ્ટેને કાર્તિક ત્યાગીની તોફાની બોલિંગના કર્યા વખાણ

    પૂર્વ પ્રમુખેએ પણ સ્પષ્ટતા કરી હતી કે, પીઆર ટીમો કેટલાક ખેલાડીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ સંભાળે છે. ખેલાડીઓએ સાવચેત રહેવાની જરૂર છે અને તેમના ભાગમાં કોઈ ખોટ ન હોવી જોઈએ. કેટલાક કિસ્સાઓમાં, ખેલાડીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તેમની ટીમો દ્વારા નિયંત્રિત થાય છે. પરંતુ છેવટે તે તેમનું ખાતું છે, તેથી ખેલાડીઓ પાસે એક ટીમ હોવી જોઈએ જે આ બાબતોથી વાકેફ હોય અને જલદી તેઓ કોઈ શંકાસ્પદ વસ્તુ જુએ, તેઓએ અમને જાણ કરવી જોઈએ. તે સંયુક્ત પ્રયાસ હોવો જોઈએ.
    Published by:kuldipsinh barot
    First published: