ટીમ ઇન્ડિયા જાન્યુઆરીમાં શ્રીલંકા સામે ત્રણ ટી-20 મેચ રમશે, આવો છે કાર્યક્રમ

News18 Gujarati
Updated: September 25, 2019, 6:36 PM IST
ટીમ ઇન્ડિયા જાન્યુઆરીમાં શ્રીલંકા સામે ત્રણ ટી-20 મેચ રમશે, આવો છે કાર્યક્રમ
ટીમ ઇન્ડિયા જાન્યુઆરીમાં શ્રીલંકા સામે ત્રણ ટી-20 મેચ રમશે, આવો છે કાર્યક્રમ

ઝિમ્બાબ્વેના બદલે બીસીસીઆઈએ શ્રીલંકા સાથે શ્રેણી નક્કી કરી

  • Share this:
આગામી વર્ષે ટી-20 વર્લ્ડ (T20I World Cup)કપને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ (BCCI)એ ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka)વચ્ચે ત્રણ ટી-20 મેચની શ્રેણીની જાહેરાત કરી છે. કાર્યક્રમ પ્રમાણે શ્રીલંકાની ટીમ જાન્યુઆરીમાં ભારત પ્રવાસે આવશે.

ભારત-શ્રીલંકા ટી-20 શ્રેણીનો કાર્યક્રમ
બીસીસીઆઈ તરફથી જારી કરેલ નિવેદન પ્રમાણે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 મેચ રમાશે. પ્રથમ ટી-20 મેચ 5 જાન્યુઆરીએ ગુવાહાટીમાં, બીજી 7 જાન્યુઆરીએ ઇન્દોરમાં અને ત્રીજી ટી-20 મેચ 10 જાન્યુઆરીએ પૂણેમાં રમાશે. શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીનો મતલબ એ છે કે હવે ભારતીય ક્રિકેટ ટીમ જાન્યુઆરીમાં ઝિમ્બાબ્વે સામે ટી-20 શ્રેણી રમશે નહીં. ઝિમ્બાબ્વેના બદલે બીસીસીઆઈએ શ્રીલંકા સાથે શ્રેણી નક્કી કરી લીધી છે.

આ પણ વાંચો - બુમરાહની કમરમાં ફ્રેક્ચર, દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર

ટી-20 વર્લ્ડ કપ પહેલા 14 ટી-20 મેચ
આવતા વર્ષે રમાનાર ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) કુલ 4 શ્રેણીમાં 14 ટી-20 મેચ રમશે. ટીમ ઇન્ડિયા નવેમ્બરમાં બાંગ્લાદેશ સામે 3 ટી-20 મેચ રમશે. ડિસેમ્બરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 3 ટી-20 મેચની શ્રેણી રમાશે. આ પછી જાન્યુઆરીમાં શ્રીલંકાની ટીમ ભારત આવશે. જેમાં પણ 3 ટી-20 મેચ રમાશે. આ પછી ભારતીય ક્રિકેટ ટીમ ફેબ્રુઆરી-માર્ચમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. જ્યાં પાંચ ટી-20 મેચ રમશે.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પછી ટીમ ઇન્ડિયાના ખેલાડી બે મહીના સુધી આઈપીએલની 13મી સિઝનમાં રમશે. જેમાં દરેક ખેલાડી ઓછામાં ઓછી 14 મેચ રમશે. એટલે કે ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ પાસે તૈયારી કરવાની જોરદાર તક છે.
First published: September 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading