ભારતીય ટીમની જાહેરાત, એમએસ ધોનીને ટી-20 ટીમમાંથી પડતો મુક્યો?

News18 Gujarati
Updated: October 26, 2018, 11:32 PM IST
ભારતીય ટીમની જાહેરાત, એમએસ ધોનીને ટી-20 ટીમમાંથી પડતો મુક્યો?
ભારતીય ટીમની જાહેરાત

બીસીસીઆઈ આ સાથે આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટેસ્ટ અને ટી-20 ટીમની પણ જાહેરાત કરી, ટેસ્ટમાં પાર્થિવ પટેલનો સમાવેશ

  • Share this:
વેસ્ટ ઇન્ડીઝ સામે સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણી માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે અને રોહિત શર્માને સુકાની બનાવવામાં આવ્યો છે. એમએસ ધોનીનો પણ વિન્ડીઝ સામેની શ્રેણીમાં સમાવેશ કરાયો નથી. ખાસ વાત એ છે કે ધોનીને આગામી ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં પણ ટી-20ની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આથી સવાલ ઉભા થઈ રહ્યો છે કે શું ધોનીને ટી-20માં પડતો મુકવામા આવ્યો છે?

વિન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 ટીમમાં કુણાલ પંડ્યાનો સમાવેશ કરાયો છે. બીજી તરફ હાર્દિક પંડ્યાનો સમાવેશ કરાયો નથી

બીસીસીઆઈ આ સાથે આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની પણ જાહેરાત કરી દીધી છે. ટીમમાં ગુજરાતના પાર્થિવ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય રોહિત શર્માને પણ સ્થાન મળ્યું છે. શિખર ધવનને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નથી.

વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ ટી-20 મેચ માટે ભારતીય ટીમ - રોહિત શર્મા (સુકાની), શિખર ધવન, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, મનિષ પાંડે, શ્રેયસ ઐયર, રિષભ પંત, કુણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, બુમરાહ, ખાલીલ અહમદ, ઉમેશ યાદવ, શહબાઝ નદીમ.

વિરાટ સહિત આ ક્રિકેટર્સની પત્નીનું પ્રથમ કરવા ચોથ, એક ગુજરાતી પણ સામેલ

ઓસ્ટ્રેલિયા સામે ત્રણ ટી-20 મેચ માટે ભારતીય ટીમ - વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, મનિષ પાંડે, શ્રેયસ ઐયર, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, બુમરાહ, ઉમેશ યાદવ, ખાલીલ અહમદ.ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ - વિરાટ કોહલી (સુકાની), મુરલી વિજય, લોકેશ રાહુલ, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, હનુમા વિહારી, રિષભ પંત, પાર્થિવ પટેલ, આર.અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોદમ્મદ શમી, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, બુમરાહ, ભુવનેશ્વર કુમાર
First published: October 26, 2018, 11:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading